આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ગૉડફાધર જેફ્રી હિન્ટને કહ્યું...
પ્રતીકાત્મક તસવીર
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ને કારણે લોકોનો નોકરી ગુમાવવાનો વારો આવશે એવી ચિંતા દરેક ક્ષેત્રના લોકોમાં છે. આશ્ચર્યની વાત એ છે કે AIના ગૉડફાધર કહેવાતા જેફ્રી હિન્ટન પણ આ મુદ્દે ચિંતિત છે. પહેલાં ગૂગલ માટે કામ કરતા હિન્ટને એવું કહ્યું કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને કારણે ઘણા લોકો જૉબલેસ થઈ જશે. તેમણે કહ્યું હતું કે AI પ્રોડક્ટિવિટી અને સમૃદ્ધિ વધારશે, પણ ઑટોમેશનને કારણે સમાજને નુકસાન થશે. હિન્ટને એવું પણ કહ્યું હતું કે AI ચૅટબોટ્સ ડરામણાં છે અને એ માણસો કરતાં વધારે બુદ્ધિશાળી બની શકે છે. સમાજે આવતાં પાંચથી ૨૦ વર્ષની અંદર AIના પડકારનો સામનો કરવો પડી શકે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની પ્રતિકૂળ અસર દૂર કરવા માટે હિન્ટને યુનિવર્સલ બેઝિક ઇન્કમની હિમાયત કરી હતી જેમાં સરકાર દરેક વ્યક્તિને બેઝિક સૅલેરી આપે છે.

