આ સાચુકલું છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટ થયેલું એ વિશે સોશ્યલ મીડિયામાં જાતજાતના મત પ્રવર્તી રહ્યા છે.
નવીનવેલી દુલ્હનનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો
નવીનવેલી દુલ્હનનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ મહિલા નવવધૂની જેમ સજેલી છે, પણ તેણે ટ્યુબ ટૉપ બ્લાઉઝ પહેર્યું છે અને તેનાં ફૂલેલાં બાવડાં પર તે તેલની માલિશ કરાવી રહી છે. બૅકગ્રાઉન્ડમાં ‘સસુરાલ ગેંદા ફૂલ’ ગીત વાગી રહ્યું છે અને કૅપ્શનમાં લખ્યું છે, ‘આવી વહુ આવી જાય તો પતિ હોય કે સાસરિયાં, કોણ ન ડરે?’
ચાર-પાંચ દિવસ પહેલાં શૅર થયેલો આ વિડિયો પંદર લાખથી વધુ લોકોએ જોઈ લીધો છે અને લોકોને સવાલ થયો છે કે ખરેખર કોઈ કન્યા લગ્નના દિવસે આ રીતે તૈયાર થવાનું કદી પસંદ કરે ખરી? આ સાચુકલું છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટ થયેલું એ વિશે સોશ્યલ મીડિયામાં જાતજાતના મત પ્રવર્તી રહ્યા છે.


