સ્ટૅચ્યુમાં જે તારનો ઢાંચો બનાવવામાં આવ્યો હતો એ પણ દેખાવા લાગ્યો છે.
અબ્રાપહમ લિંકનનું છ ફુટનું મીણનું પૂતળું
અમેરિકાના વૉશિંગ્ટનમાં પડી રહેલી ભીષણ ગરમીને કારણે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અબ્રાપહમ લિંકનનું છ ફુટનું મીણનું પૂતળું પીગળી રહ્યું છે. ગૅરિસન એલિમેન્ટરી સ્કૂલના મેદાનમાં આવેલા લિંકન મેમોરિયલમાં આ સ્ટૅચ્યુ છે અને ગરમીને કારણે ગરદન છૂટી પડી ગઈ છે તેમ જ હાથ-પગ પણ પીગળીને પાતળા થવા લાગ્યા છે. સ્ટૅચ્યુમાં જે તારનો ઢાંચો બનાવવામાં આવ્યો હતો એ પણ દેખાવા લાગ્યો છે. જે ખુરસી પર તેમનું બેઠેલી મુદ્રામાં સ્ટૅચ્યુ બનાવ્યું છે એ ખુરસીના પાયા પણ પીગળી ગયા છે.
આ સ્ટૅચ્યુ વર્જિનિયાના આર્ટિસ્ટ સૅન્ડી વિલિયમ્સે મીણમાંથી બનાવ્યું હતું. અમેરિકામાં જાહેર સ્થળોએ વૅક્સનાં ઘણાં પૂતળાં મુકાયાં છે અને આ પહેલાં પણ ગરમીને કારણે પૂતળાંનો આકાર બદલાવા લાગ્યો હોય એવું બન્યું છે.


