ઘણા લોકોને ટૅટૂ કરાવવાનો શોખ હોય છે. કેટલાક લોકો પોતાનાં માતા-પિતાના નામનું ટૅટૂ કરાવે છે તો કેટલાક ભગવાનના નામ-ચિત્રનું ટૅટૂ કરાવે છે
અભિષેક ગૌતમ
ઘણા લોકોને ટૅટૂ કરાવવાનો શોખ હોય છે. કેટલાક લોકો પોતાનાં માતા-પિતાના નામનું ટૅટૂ કરાવે છે તો કેટલાક ભગવાનના નામ-ચિત્રનું ટૅટૂ કરાવે છે, પરંતુ દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનારા સૈનિકોનાં ટૅટૂ કરાવનારા બહુ ઓછા લોકો છે. જોકે ઇન્દોરના અભિષેક ગૌતમે દેશ માટે જીવનું બલિદાન આપનારા શહીદોને સલામ કરવા માટે કંઈક અલગ કરવાનું નક્કી કર્યું હતું. અભિષેકે પોતાના શરીર પર ૬૩૬ શહીદ સૈનિકોના નામનાં ટૅટૂ કરાવ્યાં છ. આ ઉપરાંત તેણે ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, અબુલ કલામ આઝાદ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, ગુરુ ગોબિંદ સિંહ, છત્રપતિ શિવાજી મહારાજ, રાણી લક્ષ્મીબાઈ જેવાં સ્વાતંયસૈનિકો, મહાપુરુષોનાં ચિત્રો પણ ચિતરાવ્યાં છે.


