એને બિહારના વનવિભાગના નિષ્ણાતોની નિગરાનીમાં રાખવામાં આવ્યો છે.
કાચબો
બિહારના ગોપાલગંજમાં એક અનોખો કાચબો મળી આવ્યો છે. એની પીઠ પરના કડક કવચ પર અંગ્રેજીની ABCD જેવા વર્ણાક્ષરો લખાયેલા હોવાનું કહેવાય છે. આ અક્ષરો કોઈ માણસોએ બનાવ્યા હોય એવું નથી, પરંતુ કુદરતી રીતે જ કવચ પર કૉન્ટ્રાસ્ટ કલરમાં એવી પૅટર્નના શેપ્સ બનેલા છે જેનાથી અંગ્રેજીના ચોક્કસ વર્ણાક્ષરો ૮ વાંચી શકાય. કાચબાની ઘેરા રંગની પીઠ પર હળવા પીળા રંગના આકારો છે. માત્ર કાચબાની પીઠ પરના નિશાન જ નહીં; એના પગ, ગરદનની રચના પણ સામાન્ય કરતાં જુદા પ્રકારની હોવાનું જણાય છે. એને કારણે આ કોઈ દુર્લભ પ્રજાતિનો કાચબો હોવાની ચર્ચા શરૂ થઈ છે. અલબત્ત, પ્રાણીનિષ્ણાતો દ્વારા નવી પ્રજાતિ વિશેની કોઈ પુષ્ટિ થઈ નથી. ગંડક નદીમાં આવેલા પૂરમાં વહીને આ કાચબો બિહાર પહોંચ્યો હોવાનું મનાય છે. આ દક્ષિણ એશિયામાં મીઠા પાણીમાં જોવા મળતો કાચબો છે. આ કાચબો દુર્લભ પ્રજાતિનો હોવાની સંભાવનાને કારણે એને બિહારના વનવિભાગના નિષ્ણાતોની નિગરાનીમાં રાખવામાં આવ્યો છે.
