આ યુવતીનું નામ હૈલી હરનૂમ છે. તેણે કલરફુલ બલૂન્સ અને બૅનર્સ લગાવવાને બદલે બ્લૅક અને વાઇટ બલૂન્સ લગાવ્યાં હતાં, જેના પર ‘RIP’ લખવામાં આવ્યું હતું

બર્થ-ડેમાં અંતિમ સંસ્કારની પાર્ટી
એક યુવતીએ પોતાનો ૩૦મો બર્થ-ડે એવા અંદાજમાં સેલિબ્રેટ કર્યો કે સોશ્યલ મીડિયા પર એની ચર્ચા થઈ રહી છે. બર્થ-ડે પાર્ટીની થીમ ‘અંતિમ સંસ્કાર’ હતી. આ મહિલાએ કહ્યું કે મેં પોતાના ટ્વેન્ટીઝને દફનાવવા માટે એમ કર્યું છે. આ યુવતીનું નામ હૈલી હરનૂમ છે. તેણે કલરફુલ બલૂન્સ અને બૅનર્સ લગાવવાને બદલે બ્લૅક અને વાઇટ બલૂન્સ લગાવ્યાં હતાં, જેના પર ‘RIP’ લખવામાં આવ્યું હતું. વળી, બ્રાઇટ કલરના ડ્રેસને બદલે હૈલીએ બ્લૅક કલરના આઉટફિટની પસંદગી કરી હતી. આ બર્થ-ડેના એક ફોટોગ્રાફમાં દીવાલ પર ‘મારા ટ્વેન્ટીઝનું મોત’ લખાણવાળું બૅનર જોવા મળે છે. તેણે પોતાની કેક પણ ખાસ અંદાજમાં ડેકોરેટ કરાવી હતી. કેકનો કલર બ્લેક રાખ્યો હતો.
હૈલીની આ ક્ષણોને તેની ફ્રેન્ડે કૅમેરામાં કૅપ્ચર કરી હતી, જેનો વિડિયો ટિકટૉક પર શૅર કરવામાં આવ્યો હતો. જ્યાં એ વાઇરલ થઈ ગયો હતો.
એક યુઝરે એના પર કમેન્ટ કરી હતી કે ‘બે અઠવાડિયાં પહેલાં જ મેં મારો ૩૦મો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. હું નિરાશ છું કે મેં એવું કોઈ પ્લાનિંગ નહોતું કર્યું.’ જોકે કેટલાક યુઝર્સે લખ્યું હતું કે લાઇક્સ અને કમેન્ટ્સ માટે લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.