મધ્ય પ્રદેશની પોલીસે આ વિડિયો ક્યાં બન્યો હતો એનું લોકેશન ટ્રૅક કરીને તપાસ કરી હતી
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લામાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયો પરથી ગેરકાનૂની ધોરણે ચાલતો હથિયારનો ધંધો બહાર આવ્યો હતો. મહિલા વાસણ માંજવાની કૂંડીમાં બેસીને દેશી કટ્ટો ઘસી રહી હતી અને પછી પાણીમાં બોળીને એને ચમકાવતી હોય એવો વિડિયો વાઇરલ થયો હતો. મધ્ય પ્રદેશની પોલીસે આ વિડિયો ક્યાં બન્યો હતો એનું લોકેશન ટ્રૅક કરીને તપાસ આદરતાં ખબર પડી કે આ મહિલાનો પતિ શક્તિ કપૂર અને દીકરો દેશી હથિયાર બનાવવાનો ગેરકાનૂની ધંધો કરતા હતા. મુરૈના જિલ્લાના ગણેશપુરા ગામમાં આ ફૅક્ટરી ચાલી રહી હતી અને એમાંથી દેશી પિસ્તોલ અને એમાં ભરવાના વિવિધ સાઇઝના છરા પોલીસને મળ્યાં હતાં.


