કંપનીએ કહ્યું કે તાજેતરમાં બ્રેકઅપમાંથી પસાર થયેલી વિશ્વની એવી કોઈ પણ વ્યક્તિ જે પોતાના ભૂતકાળની રિલેશનશિપને કચડી નાખવા માગતી હોય તેમને માટે આ અનોખી અને મર્યાદિત ઑફર છે.
Offbeat
પ્રતીકાત્મક તસવીર
વૅલેન્ટાઇન્સ ડેએ પ્રેમીઓ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે અને આ દિવસને સ્પેશ્યલ બનાવવાનો પ્રયાસ કરે છે. જોકે બ્રિટનની એક કાર સ્ક્રૅપિંગ કંપનીએ બ્રોકન હાર્ટ્સને ધ્યાનમાં રાખીને અનોખી ઑફર રજૂ કરી છે. ‘સ્ક્રૅપ કાર કમ્પૅરિઝન’ નામની કંપનીએ એના ‘સ્ક્રૅપ યૉર એક્સ’ પ્રોગ્રામની જાહેરાત કરી છે, જેમાં વ્યક્તિ પોતાના ભૂતપૂર્વ પ્રેમી કે પ્રેમિકાના નામે કારને સ્ક્રૅપના ઢગલામાં નાખી શકે છે.
કંપનીએ કહ્યું કે તાજેતરમાં બ્રેકઅપમાંથી પસાર થયેલી વિશ્વની એવી કોઈ પણ વ્યક્તિ જે પોતાના ભૂતકાળની રિલેશનશિપને કચડી નાખવા માગતી હોય તેમને માટે આ અનોખી અને મર્યાદિત ઑફર છે. એ માટે વ્યક્તિએ ઑનલાઇન ફૉર્મ ભરીને એવું જણાવવું પડશે કે શા માટે તેનો એક્સ ડમ્પ કરવાને લાયક છે. પ્રમોશન દરમ્યાન સ્ક્રૅપ કરાયેલી દરેક કારની ચેસિસ પર જે-તે એક્સનું નામ લખેલું હશે અને એનો ફોટોગ્રાફિક પુરાવો પણ આપવામાં આવશે.