જે ઇન્ડિયાનું સૌથી વજનદાર કિડની ટ્યુમર હતું. માધુરીબહેનનું ટ્યુમર ઇન્ડિયાનું બીજા નંબરનું લાર્જ ટ્યુમર છે.
જાયન્ટ સાઇઝનું ટ્યુમર
લખનઉની રામ મનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (RMLIMS)માં થોડા દિવસ પહેલાં એક મહિલા પર રૅર સર્જરી થઈ. ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના સાંજણા ગામમાં રહેતાં ૫૬ વર્ષનાં માધુરી નામનાં બહેનને કિડનીમાં જાયન્ટ સાઇઝનું ટ્યુમર થયું હતું. છેલ્લાં બે વર્ષથી તેમને પેટમાં દુખવાની તકલીફ હતી. નાનાં ગામડાંઓનાં દવાખાનાંઓમાં ફરીને દવાઓની કોઈ અસર ન થઈ ત્યારે તે લખનઉની આ મોટી હૉસ્પિટલમાં આવ્યાં હતાં. આ હૉસ્પિટલના યુરોલૉજિસ્ટોએ તેમનો કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT) સ્કૅન કરાવતાં કિડનીમાં ૩૦ સેન્ટિમીટરનું ટ્યુમર હોવાનું જોવા મળ્યું હતું. એ પછી ડૉ. આલોક શ્રીવાસ્તવની ટીમે સર્જરી કરીને આ ટ્યુમર દૂર કર્યું હતું જેનું વજન ૫.૫ કિલો હતું. દિલ્હીની રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં ૨૦૧૯માં એક દરદીની કિડનીમાંથી છ કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી, જે ઇન્ડિયાનું સૌથી વજનદાર કિડની ટ્યુમર હતું. માધુરીબહેનનું ટ્યુમર ઇન્ડિયાનું બીજા નંબરનું લાર્જ ટ્યુમર છે.

