મનુષ્યો કરે એવાં ઘણાં કામ રોબો કરવા માંડ્યા છે. વળી આર્ટિફિશ્લ ઇન્ટેલિજન્ટ (એઆઇ)ને કારણે એમાં ઘણી ઝડપ આવી છે.
રમ બનાવતી કંપનીએ રોબોને બનાવ્યો સીઈઓ
મનુષ્યો કરે એવાં ઘણાં કામ રોબો કરવા માંડ્યા છે. વળી આર્ટિફિશ્લ ઇન્ટેલિજન્ટ (એઆઇ)ને કારણે એમાં ઘણી ઝડપ આવી છે. તાજેતરમાં એક કંપનીએ પોતાના ચીફ એક્ઝિક્યુિટવ ઑફિસર (સીઈઓ) તરીકે માનવ જેવા દેખાતા એક રોબોની નિમણૂક કરી છે. પોલૅન્ડની એક રમ બનાવતી ડિક્ટાડોર કંપનીએ ઘોષણા કરી હતી કે એઆઇ દ્વારા સંચાલિત માઇકા રોબો કંપનીનું સંચાલન કરશે. ફીમેલ રોબો સમગ્ર કંપનીનું સંચાલન કરશે. ડિક્ટાડોર કંપનીના પ્રેસિડન્ટે જણાવ્યા પ્રમાણે કંપનીના બોર્ડે એક ક્રાન્તિકારી પગલું ભર્યું છે. માઇકા ડિક્ટાડોર અને હૉન્ગકૉન્ગમાં આવેલા એન્જિનિયરિંગ અને રોબોટિક્સ કંપની હૅનસન રોબોટિક્સ વચ્ચેનો એક રિસર્ચ પ્રોજેક્ટ છે. હૅનસન રોબોટિક્સ એન્ટરટેઇનમેન્ટ, સર્વિસિસ, હેલ્થકૅર અને રિસર્ચ જેવાં ક્ષેત્રો માટે માનવ જેવા રોબો બનાવે છે. બન્ને કંપનીઓએ મળીને એક અનોખો રોબોટિક સીઈઓ બનાવ્યો છે. સીઈઓએ પોતાના પહેલા વિડિયો-સંદેશમાં જણાવ્યું હતું કે ઘણાં સંશોધન બાદ તૈયાર કરવામાં આવેલી માહિતી અને કંપનીના હેતુને સાંકળીને હું મારા નિર્ણય લઈશ. એમાં કોઈ અંગત હિત નહીં હોય, માત્ર અને માત્ર કંપનીના હિતમાં જ હશે. એક બિઝનેસ રિપોર્ટર દ્વારા માઇકાનો વિડિયો-કૉલ પર ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો ત્યારે જોવા મળ્યું કે રોબો જવાબ આપવામાં સામાન્ય કરતાં ઘણો સમય લેતો હતો.

