આ માન્યતાનું પરિણામ છે અને આ લેડીના ફોટોનો ઉપયોગ ‘દુષ્ટ નજર’થી બચવા માટે કરવામાં આવી રહ્યો છે.
યુટ્યુબર નિહારિકા રાવ
બૅન્ગલોરમાં કન્સ્ટ્રક્શન-સાઇટ્સ અને બજારોમાં એક મિસ્ટરી લેડીનાં પોસ્ટરો એટલીબધી જગ્યાએ જોવા મળ્યાં છે કે એ હવે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું છે. પછીથી જાણવા મળ્યું હતું કે આ પોસ્ટરો કર્ણાટકની એક યુટ્યુબર નિહારિકા રાવનાં છે.
વાત શરૂથી શરૂ કરીએ તો એક સોશ્યલ મીડિયા યુઝરે આ પોસ્ટરનો ફોટો મૂકીને પ્રશ્ન કર્યો હતો કે ‘આ લેડીનાં પોસ્ટરો મને અહીં બૅન્ગલોર અને આસપાસમાં ઘણીબધી જગ્યાએ જોવા મળી રહ્યાં છે. આ કોનાં પોસ્ટરો છે અને એમને કન્સ્ટ્રક્શન-સાઇટ્સ, દુકાનો વગેરેની બહાર કેમ લગાડવામાં આવી રહ્યાં છે એ મને સમજાતું નથી.’
ADVERTISEMENT
આ સવાલ પછી બૅન્ગલોરના નેટિઝન્સે રહસ્ય ખોલ્યું હતું કે આ માન્યતાનું પરિણામ છે અને આ લેડીના ફોટોનો ઉપયોગ ‘દુષ્ટ નજર’થી બચવા માટે કરવામાં આવી રહ્યો છે.
ઘણા લોકોએ દાવો કર્યો કે આ પોસ્ટર અહીંની ટ્રેડિશન પ્રમાણે ‘નઝર બટ્ટુ’ છે જે બેડ લક, ખરાબ વશીકરણ અને નકારાત્મક ઊર્જાથી તમારી પ્રૉપર્ટીને બચાવે છે. એક રીતે આ લોકમાન્યતા પ્રમાણે સુરક્ષા માટેનું સિમ્બૉલ છે. કેટલાક નેટિઝન્સે મજાકમાં એવો પણ દાવો કર્યો કે આ ડરામણો ચહેરો બહાર રાખીને લોકો ચોરને તેમના ઘરથી દૂર રાખી રહ્યા છે.
જોકે એક યુઝરે આ પોસ્ટરમાં રહેલાં સાડી પહેરેલાં મોટી-મોટી આંખોવાળાં બહેન કોણ છે એ શોધી કાઢવાનું બીડું ઝડપ્યું. તેણે AI ચૅટબૉટની મદદ લઈને ફોટો ડીપ-સર્ચ કર્યો ત્યારે ખબર પડી કે આ ફોટો યુટ્યુબર નિહારિકા રાવનો છે. ૨૦૨૩માં એક વાઇરલ ક્લિપમાં નિહારિકાનો આ અત્યંત આઘાત પામેલો ચહેરો પછી પૉપ્યુલર મીમમાં પણ વપરાવા લાગ્યો હતો.


