લિસ્ટિંગ સેરેમનીમાં સ્ટેજ પર પંડિત તમને જોવા મળે એવું માત્ર ઇન્ડિયામાં જ બને
અજબગજબ
પંડિત
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયામાં અલાઇડ બ્લેન્ડર્સ ઍન્ડ ડિસ્ટિલર્સ નામની દારૂ વેચતી કંપનીનું બીજી જુલાઈએ લિસ્ટિંગ થયું એ સેરેમનીમાં એક પંડિતે હાજરી આપી હતી અને કંપનીના પદાધિકારીઓની સાથે દીપપ્રાગટ્યની વિધિ કરી હતી. આ ઘટનાનો ફોટો પણ સોશ્યલ મીડિયામાં ફરતો થયો હતો. લોકોને નવાઈ લાગી હતી કે દારૂ વેચતી કંપનીના સ્ટૉકલિસ્ટિંગમાં પંડિતજીને આમંત્રણ અપાયું હતું. સોશ્યલ મીડિયા પર એક જણે કમેન્ટ કરી હતી, ‘લિસ્ટિંગ સેરેમનીમાં સ્ટેજ પર પંડિત તમને જોવા મળે એવું માત્ર ઇન્ડિયામાં જ બને.’