વૉટ્સઍપ રોજ રાતે યુઝર્સનો ડેટા એક્સપોર્ટ કરે છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સોશ્યલ મીડિયા ‘એક્સ’ના માલિક ઇલૉન મસ્કે પોતાના પ્રતિસ્પર્ધીની પોલ ખોલતી એક ટ્વીટ શૅર કરતાં લખ્યું છે, ‘વૉટ્સઍપ રોજ રાતે યુઝર્સનો ડેટા એક્સપોર્ટ કરે છે અને કેટલાક લોકો માને છે કે એ સિક્યૉર છે.’ આ પોસ્ટ પરથી કેટલાય લોકોએ પોતાનો અનુભવ શૅર કર્યો છે કે રાતના ચોક્કસ સમયે ડેટા અપડેટ કરવા અને બૅકઅપ લેવાના નામે વૉટ્સઍપ હૅન્ગ થઈ જતું હોય છે, એ આ કારણે તો નહીં હોયને?

