ટ્રેડમિલ પર દોડવાની સજા ભોગવતા ચોરનો વિડિયો પણ વાઇરલ થયો હતો.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મધ્ય પ્રદેશના દાતિયા જિલ્લામાં એક કિશોર ચોરી કરવા માટે જિમનું શટર સ્લાઇડ કરીને અંદર ઘૂસ્યો હતો. ત્યાંથી કઈ-કઈ ચીજો ચોરી શકાય એમ છે એનું ઇન્સ્પેક્શન કરી રહ્યો હતો ત્યારે તેને ખબર નહોતી કે જિમમાં બેસાડેલા ક્લોઝ્ડ સર્કિટ ટીવી (CCTV) કૅમેરામાં તે ઝડપાઈ ગયો છે અને માલિક ઘેરબેઠાં એ કૅમેરામાંથી તેને જોઈ રહ્યો છે. જેવી માલિકને ખબર પડી કે જિમમાં કોઈ ઘૂસ્યું છે એટલે તે પોલીસને ઇન્ફૉર્મ કરીને બાઇક લઈને તરત ત્યાં પહોંચે છે. ચોરને રંગેહાથ પકડી પાડ્યા પછી પોલીસ આવે ત્યાં સુધીમાં માલિકે તેને ટ્રેડમિલ પર ફુલ સ્પીડમાં દોડાવી-દોડાવીને એવો થકવી નાખ્યો કે ન પૂછો વાત. CCTVનું ફુટેજ તેના ચોરી કરવાના ઇરાદાને પ્રૂવ કરવા પોલીસને આપ્યું ત્યારે એની સાથે ટ્રેડમિલ પર દોડવાની સજા ભોગવતા ચોરનો વિડિયો પણ વાઇરલ થયો હતો.

