લુંગીનો મસ્તીભર્યો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો
વેલેરી
જેવો દેશ તેવો વેશ એવી કહેવત આપણે ત્યાં પ્રચલિત છે, પણ વિદેશમાં વસતા ભારતીયો વિદેશી કલ્ચરના સ્વીકારની સાથે દેશી કલ્ચર સાથેનો નાતો પણ જાળવી રાખે છે. લંડનમાં રહેતી વેલેરી નામની તામિલ યુવતી હાલમાં જ સોશ્યલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની હતી. તેણે તામિલનાડુની ઓળખ સમાન લુંગીનો મસ્તીભર્યો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. વિડિયોમાં તે લુંગી પહેરીને રસ્તા પર ફરતી અને ગ્રોસરી સ્ટોરમાં શૉપિંગ કરતી જોવા મળે છે. ખાસ કરીને લુંગીધારી યુવતીને જોઈને વિદેશીઓનું રીઍક્શન જોવા જેવું છે. આ વિડિયો જોઈને ઘણા લોકોએ મજેદાર કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે અક્કા, (બહેન માટે તામિલ સંબોધન) તમને ખરેખર સૅલ્યુટ છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)