એક રોબો ત્રણ જણનું કામ કરી શકશે એવો દાવો પણ કંપની કરી રહી છે. ૨૦૨૬માં આ રોબો લૉન્ચ થશે.
રોબો
ઍરકન્ડિશનર અને અન્ય હોમ અપ્લાયન્સિસ બનાવવા માટે જાણીતી ચાઇનીઝ કંપની મીડિયા (Midea)એ દુનિયાનો પહેલો રોબો તૈયાર કર્યો છે જેને બે નહીં, છ હાથ છે. આ રોબો ફૅક્ટરીમાં હેવી કામ કરવા અને મલ્ટિ-ટાસ્કિંગ કરવા માટે બનાવ્યો છે. મિરો યુ એ હ્યુમનૉઇડ રોબોની ત્રીજી જનરેશન છે. એને છ હાથ છે જે એક જ સમયે અલગ-અલગ કામ કરી શકે છે. કંપનીનો દાવો છે કે આ ટેક્નિક તેમણે જાતે તૈયાર કરી છે. છ હાથ અને પગની જગ્યાએ પૈડું ધરાવતો આ રોબો હાઇટ પણ વધારી શકે એમ છે. વધુ હાથ હોવાથી ઓછા સમયમાં વધુ પ્રોડક્શન થઈ શકશે. એક જ સમયે જમીન પરનું કામ કરવાનું હોય કે હાઇટ પર અભરાઈથી ચીજો ઉતારવાની કે મૉનિટર કરવાની હોય તો આ છ હાથવાળા રોબો કામ કરશે. એક રોબો ત્રણ જણનું કામ કરી શકશે એવો દાવો પણ કંપની કરી રહી છે. ૨૦૨૬માં આ રોબો લૉન્ચ થશે.


