Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કાલિદાસના મેઘદૂત કાવ્યથી પ્રેરિત કાળું વાદળું ઇન્સ્ટૉલ કરવામાં આવ્યું બૅન્ગલોરના ઍરપોર્ટ પર

કાલિદાસના મેઘદૂત કાવ્યથી પ્રેરિત કાળું વાદળું ઇન્સ્ટૉલ કરવામાં આવ્યું બૅન્ગલોરના ઍરપોર્ટ પર

Published : 23 February, 2026 12:23 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્ગલોર ઍરપોર્ટ પરનું કાળું વાદળ આ ક્લાસિક સાહિત્યને જીવંત કરવાનું કામ કરે છે.

 ઇન્સ્ટૉલેશન ‘મેઘદૂત’

અજબ ગજબ

ઇન્સ્ટૉલેશન ‘મેઘદૂત’


બૅન્ગલોરના ઍરપોર્ટ પર આર્ટ ઇન્સ્ટૉલેશન ‘મેઘદૂત’ મૂકવામાં આવ્યું છે. ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ટર્મિનલ-ટૂ પર રાખવામાં આવેલું આ જાયન્ટ કાળું વાદળું આર્ટિસ્ટ શાંતામણિ મુદ્દેયાએ બનાવ્યું છે. મેઘદૂતનો મતલબ થાય ક્લાઉડ મેસેન્જર. હિમાલયમાં એક યક્ષ પોતાની પત્નીના વિયોગથી તરસતો હોય છે અને આકાશમાં ઉપરથી પસાર થઈ રહેલાં કાળાં ડિબાંગ વાદળાંઓને પ્રેમનો સંદેશ આપે છે અને કહે છે કે તેની પ્રિયતમાને આ સંદેશો જઈને કહેજે. બૅન્ગલોર ઍરપોર્ટ પરનું કાળું વાદળ આ ક્લાસિક સાહિત્યને જીવંત કરવાનું કામ કરે છે. એમાં લાકડીમાંથી બનેલા કોલસા, કૉટન અને કાર્બન ફાઇબર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 12:23 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK