Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રોબો જોઈને ૭૦ વર્ષની મહિલા ઢળી પડી, પોલીસ રોબોને પકડીને જેલમાં લઈ ગઈ

રોબો જોઈને ૭૦ વર્ષની મહિલા ઢળી પડી, પોલીસ રોબોને પકડીને જેલમાં લઈ ગઈ

Published : 17 March, 2026 12:55 PM | IST | Macau
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મકાઉની પોલીસે થોડા દિવસ પહેલાં એક રોબોની ધરપકડ કરી હતી. એક હ્યુમનૉઇડ રોબો રોડ પર ફરતો હતો

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


મકાઉની પોલીસે થોડા દિવસ પહેલાં એક રોબોની ધરપકડ કરી હતી. એક હ્યુમનૉઇડ રોબો રોડ પર ફરતો હતો. જોકે તે એક મહિલાની નજીક જતો રહ્યો. ૭૦ વર્ષનાં મહિલા ફુટપાથ પર ઊભાં-ઊભાં ફોનમાં કંઈક ખોળી રહ્યાં હતાં અને એ જ વખતે રોબો તેમની પાછળ જઈને ઊભો રહી ગયો. મશીનનો ખટખટ અવાજ થતાં મહિલાએ પીઠ ફેરવી તો રોબો એટલી નજીક ઊભો હતો કે પેલાં દાદી ગભરાઈ ગયાં. રોબોને નજીક જોઈને દાદી એટલાં ગભરાઈ ગયાં કે ઢળી પડ્યાં. તેમને તરત હૉસ્પિટલમાં લઈ જવાં પડ્યાં. એવામાં પોલીસ આવીને રોડ પર રખડતા રોબોને પકડીને લઈ ગઈ હતી જેથી રસ્તા પર બીજા કોઈની સાથે આવો હાદસો ન થાય. આ રોબો એક એજ્યુકેશનલ સેન્ટરના પ્રમોશન માટે બહાર નીકળ્યો હતો. એને રિમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવતો હતો જેની જાણ કદાચ પોલીસને પણ નહોતી. પોલીસને જ્યારે ખબર પડી કે રોબો એજ્યુકેશન પ્રમોશન માટે બહાર ફરે છે ત્યારે એણે રોબોને રિમોટથી ચલાવનારા લોકોને ચેતવણી આપી હતી કે હવે પછી આમ જનતાને નુકસાન થાય એ રીતે રોબોને બહાર કાઢવામાં ન આવે. સૂચના આપીને રોબોને છોડી મૂકવામાં આવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2026 12:55 PM IST | Macau | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK