પત્નીએ ઍન્ટોનિયોની જબરદસ્ત ઊલટતપાસ કરતાં આખરે તેમણે સ્વીકારી લીધું કે એ વખતે અફેર હતું
ઍન્ટોનિયો નામના ૯૯ વર્ષના દાદાને તાજેતરમાં તેમની ૯૬ વર્ષની પત્નીએ છૂટાછેડા આપ્યા
સ્ત્રી સાથે કરેલી બેવફાઈને ભલે વર્ષો થઈ ગયાં હોય તેને જ્યારે પણ એની ખબર પડે છે ત્યારે તેનું રીઍક્શન એટલું જ તીવ્ર હોય છે જાણે એ ઘટના ગઈ કાલે જ ઘટી હોય. ઇટલીમાં રહેતા ઍન્ટોનિયો નામના ૯૯ વર્ષના દાદાને તાજેતરમાં તેમની ૯૬ વર્ષની પત્નીએ છૂટાછેડા આપ્યા. એનું કારણ હતું તેમની બેવફાઈ. ૧૯૪૦ના દાયકામાં પતિને કોઈકની સાથે પ્રેમ થઈ ગયેલો. તકલીફ એ હતી કે લગ્ન થઈ ગયા પછી ઍન્ટોનિયો ભાઈને કોઈક ત્રીજી કન્યા પર દિલ આવી ગયેલું. જોકે એ સંબંધ ઝાઝું ટક્યો નહીં અને પ્રેમ છૂટી ગયો. બન્ને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયાં. જોકે લગ્નનાં ૭૭ વર્ષ બાદ ઍન્ટોનિયાના કબાટમાંથી નીકળેલા જૂના સામાનમાંથી કેટલાક પ્રેમપત્રો મળી આવ્યા જેનાથી તેમનું એક્સ્ટ્રા મૅરિટલ અફૅર બહાર આવ્યું. પત્નીએ ઍન્ટોનિયોની જબરદસ્ત ઊલટતપાસ કરતાં આખરે તેમણે સ્વીકારી લીધું કે એ વખતે અફેર હતું, પણ હવે કશું જ નથી. છતાં પત્ની ન જ માની. રોમની એક કોર્ટમાં પત્નીએ ૧૯૪૦ના દાયકાના પુરાવાઓ રજૂ કરીને ગુપ્ત પ્રેમસંબંધના આધારે છૂટાછેડાની અરજી કરી હતી.


