અમેરિકાના ઓહાયોમાં આ સુંદર ઘટના બની હતી. જ્યૉર્જિયા મૅકગૅરી ૧૮ વર્ષનાં હતાં ત્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. આને કારણે તેમનો અભ્યાસ અધૂરો રહી ગયો હતો, કારણ કે પરિવારને બીજા દેશમાં કામ કરવા જવું પડ્યું હતું.
બીજા વિશ્વયુદ્ધ વખતે અધૂરો રહી ગયેલો અભ્યાસ વૃદ્ધાએ ૯૯ વર્ષની ઉંમરે પૂરો કર્યો
અમેરિકાના ઓહાયોમાં આ સુંદર ઘટના બની હતી. જ્યૉર્જિયા મૅકગૅરી ૧૮ વર્ષનાં હતાં ત્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. આને કારણે તેમનો અભ્યાસ અધૂરો રહી ગયો હતો, કારણ કે પરિવારને બીજા દેશમાં કામ કરવા જવું પડ્યું હતું. સૌપ્રથમ ૧૯૪૪માં તેમણે ફાર્મસીમાં નોકરી કરી. એ પછી પતિ સાથે ચોકીદારીનું કામ પણ કર્યું. અધૂરો અભ્યાસ પૂરો કરીને ગ્રૅજ્યુએટ થવાનું સપનું હતું અને એ સપનું ૮૧ વર્ષ પછી અને તેઓ ૯૯ વર્ષનાં થયાં ત્યારે પૂરું થયું. તેમણે મિત્ર ઍડમ્સને સપના વિશે કહ્યું હતું એટલે ઍડમ્સે સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું અને ડિનરના બહાને તેમને સ્વિટ્ઝરલૅન્ડ ઑફ ઓહાયો લોકલ સ્કૂલ ડિસ્ટ્રિક્ટમાં લઈ ગયાં. સ્કૂલમાં સુપરિન્ટેન્ડેન્ટ ફિલ એકરમૅને તેમને વુડ્સફીલ્ડ હાઈ સ્કૂલની ૧૯૪૪ની ૧૯ મેની તારીખની ડિપ્લોમા ડિગ્રી આપી. એકાએક થયેલા સન્માનથી સ્કૉલર દાદી જ્યૉર્જિયા આશ્ચર્ય પામી ગયાં. બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેનારી મહિલાઓ માટે બનાવેલા નિયમને કારણે ૯૯ વર્ષની ઉંમરે મૅકગૅરીનું સપનું પૂરું થયું.