રામાભાઈનાં ત્રણ સંતાનો શિક્ષક છે અને એક નર્સ. એક દીકરી ગુજરી ગઈ છે અને સૌથી નાની દીકરી લગ્ન પછી ગાયબ થઈ ગઈ છે.
૯૫ વર્ષના રામાભાઈ અંગારીનાં ૯૦ વર્ષનાં જીવલી દેવી સાથે તાજેતરમાં લગ્ન થયાં
રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગલંદર ગામમાં એક અનોખાં લગ્ન ચર્ચાનો વિષય બન્યાં છે. ૯૫ વર્ષના રામાભાઈ અંગારીનાં ૯૦ વર્ષનાં જીવલી દેવી સાથે તાજેતરમાં લગ્ન થયાં. આ યુગલ લગભગ ૭૦ વર્ષથી એક જ ઘરમાં એકસાથે રહેતું હતું, એ પણ વિના લગ્ને. તેમને ચાર દીકરા અને ચાર દીકરીઓ તેમ જ પૌત્ર-પૌત્રી તેમ જ દોહિત્ર-દોહિત્રીઓ છે. ૭૦ વર્ષ સુધી તેઓ જીવનસાથીની જેમ જ રહ્યાં, પરંતુ તેમણે વિધિવત્ લગ્ન નહોતાં કર્યાં. જ્યારે તેમનાં સંતાનોને આ વાતની ખબર પડી તો તેમણે વડીલોની એ ઇચ્છા પૂરી કરવાનું નક્કી કર્યું. પહેલી જૂને તેમની હલદીની રસમ થઈ અને ચોથી જૂને ડીજે સાથે વરઘોડો પણ નીકળ્યો. દાદા-દાદીનાં લગ્નમાં દીકરા-દીકરી અને પૌત્ર-પૌત્રીઓ બધાં જ ખૂબ નાચ્યાં અને ચોરીમાં બન્નેએ એકમેકનો હાથ પકડીને અગ્નિની સાક્ષીએ સાત ફેરા લીધા. રામાભાઈનાં ત્રણ સંતાનો શિક્ષક છે અને એક નર્સ. એક દીકરી ગુજરી ગઈ છે અને સૌથી નાની દીકરી લગ્ન પછી ગાયબ થઈ ગઈ છે.

