સેફ્ટી માટે થઈને તેઓ ડૉક્ટરને બતાવવા ગયાં હતાં. જોકે ડૉક્ટરને પણ માન્યામાં નહોતું આવતું કે આ બહેન છઠ્ઠા માળેથી પડ્યા પછીયે તેમનું એકેય હાડકું તૂટ્યું નથી.
૮૦ વર્ષનાં દાદી છઠ્ઠા માળેથી પડ્યાં અને થોડી જ વારમાં જાતે ઊઠીને ઊભાં થઈ ગયાં
રશિયામાં એક અજીબોગરીબ ઘટના બની હતી. છઠ્ઠા માળે રહેતાં ૮૦ વર્ષનાં એક મહિલા ઘરની બારીઓ સાફ કરી રહ્યાં હતાં ત્યારે સંતુલન ખોરવાતાં નીચે પડી ગયાં હતાં. છેક છઠ્ઠા માળેથી તે ધબાંગ દઈને નીચે પડ્યાં હતાં, પરંતુ એ બારીની નીચે જ પાડોશીની કાર પાર્ક કરેલી હતી. એ કાર પર તે પડ્યાં એટલે કારમાં ઊંડો ખાડો પડી ગયો. બિલ્ડિંગમાં ગોઠવેલા CCTV કૅમેરાનાં ફુટેજ મુજબ મહિલા જબરદસ્ત જોરથી કાર પર પટકાયાં હતાં. જોકે નવાઈ એ વાતની હતી કે અચાનક નીચે પડ્યાનો આઘાત શમતાં દાદીમા એમ જ જાતે ઊભાં થઈ ગયાં હતાં અને કારની નીચે ઊતરીને પોતાના ઘરે ગયાં હતાં. સેફ્ટી માટે થઈને તેઓ ડૉક્ટરને બતાવવા ગયાં હતાં. જોકે ડૉક્ટરને પણ માન્યામાં નહોતું આવતું કે આ બહેન છઠ્ઠા માળેથી પડ્યા પછીયે તેમનું એકેય હાડકું તૂટ્યું નથી.


