લીલા રંગનું આ કોળું વધતું જ રહ્યું અને અત્યારે એનું વજન વધીને ૨૫ કિલો જેટલું થઈ ગયું છે, જે વર્લ્ડ રેકૉર્ડ બની શકે છે

વાડામાં ઊગ્યું પાંચ ફુટ ૩.૬ ઇંચ લાંબું કોળું
૭૫ વર્ષના ઍરક્લાસ ફિલિપોએ પોતાના વાડામાં પાંચ ફુટ ૩.૬ ઇંચ લાંબું કોળું ઉગાડ્યું છે. સામાન્ય રીતે તેઓ માત્ર ફૂલ જ ઉગાડતા હતા, પણ કંઈક અલગ કરવા માટે તેમણે શાકભાજી ઉગાડવાનું નક્કી કર્યું હતું. જોકે લીલા રંગનું આ કોળું વધતું જ રહ્યું અને અત્યારે એનું વજન વધીને ૨૫ કિલો જેટલું થઈ ગયું છે, જે વર્લ્ડ રેકૉર્ડ બની શકે છે. ઍરક્લાસ ફિલિપો નિવૃત્ત હેરડ્રેસર છે. તેમણે કહ્યું કે ‘અગાઉ ક્યારેય મેં કોળું ઉગાડ્યુ નહોતું, પરંતુ હવે આને વધતું જોઈને ખરેખર જોવાની મજા આવે છે. છેલ્લાં ૩૦ વર્ષથી વિવિધ શાકભાજી ઉગાડું છું, પરંતુ સાચું કહું તો મારા માટે આ એક અજાયબ ઘટના છે. આટલું લાંબુ કોળું જોવા માટે આડોશપાડોશના લોકો આવે છે અને લંડનમાં આવેલા આ વાડામાં કોળા સાથે ફોટો પણ પડાવે છે.’ અગાઉનો વર્લ્ડ રેકૉર્ડ પાંચ ફુટ ૧.૮ ઇંચનો હતો, જે ગયા વર્ષે નોંધાયો હતો. ઍરક્લાસ આ કોળું કાપીને પોતાના પરિવારજનો અને પાડોશીઓને આપવા માગે છે.