વેસ્ટર્ન દેશોમાં ક્રિસમસની તૈયારીઓ જોરશોરમાં શરૂ થઈ ગઈ છે. ક્રિસમસની નાઇટને મૅજિકલ બનાવવા માટે સ્કાય એલિમેન્ટ્સ ડ્રોન્સ કંપનીએ એક વિડિયો બહાર પાડ્યો છે
ડ્રોનથી આકાશમાં રચાયા જાયન્ટ સૅન્ટા ક્લૉઝ
વેસ્ટર્ન દેશોમાં ક્રિસમસની તૈયારીઓ જોરશોરમાં શરૂ થઈ ગઈ છે. ક્રિસમસની નાઇટને મૅજિકલ બનાવવા માટે સ્કાય એલિમેન્ટ્સ ડ્રોન્સ કંપનીએ એક વિડિયો બહાર પાડ્યો છે, જેમાં જમીન પરથી ૫૦૦૦ ડ્રોન્સ હવામાં ઊડે છે અને આકાશમાં જઈને એ લાઇટ્સથી ઝળહળી ઊઠે છે. આ ડ્રોન્સની ગોઠવણી અને એનું કો-ઑર્ડિનેશન એટલું અદ્ભુત છે કે ડ્રોનથી આકાશમાં રંગબેરંગી સૅન્ટા ક્લૉઝ રચાય છે. આ વિડિયોને વેસ્ટર્ન દેશોમાં ૮.૪૦ કરોડ લોકોએ વખાણ્યો છે અને ક્રિસમસના દિવસે આવા પ્રયોગો પોતાને ત્યાં કઈ રીતે થઈ શકે એની પૂછતાછ કરવા લાગ્યા છે.


