સામાન્ય રીતે ટેન્શન હોય તો લોકો હરવાફરવાનું કે સગાંસંબંધી, મિત્રોને મળવાનું પસંદ કરતા હોય છે, પણ જપાનનો ૩૭ વર્ષનો યુવક ટેન્શન દૂર કરવા લોકોના ઘરમાં ચોરી કરતો હતો.
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે ટેન્શન હોય તો લોકો હરવાફરવાનું કે સગાંસંબંધી, મિત્રોને મળવાનું પસંદ કરતા હોય છે, પણ જપાનનો ૩૭ વર્ષનો યુવક ટેન્શન દૂર કરવા લોકોના ઘરમાં ચોરી કરતો હતો. આ રીતે ૧૦૦૦ જેટલાં ઘરોમાં ચોરી કરીને તેણે પોતાનું ટેન્શન દૂર કર્યું છે. જપાનની પોલીસે સોમવારે આ યુવકને દક્ષિણ જપાનના દજાઇફુમાં ચોરી કરવા એક ઘરમાં ઘૂસ્યો હતો ત્યારે ઝડપી લીધો હતો. તેણે પોલીસને કહ્યું કે ‘બીજાના ઘરમાં ઘૂસવાનો મારો શોખ છે. હું કોઈના ઘરમાં ઘૂસું ત્યારે વિચારતો હોઉં છું કે કોઈ મને પકડી શકશે કે નહીં? એ વિચારે રોમાંચ થતો અને હાથપગ ઠંડા થઈ જતા અને એ રીતે મારું સ્ટ્રેસ દૂર થઈ જતું હતું.’

