ઇસ્લાએ સ્ટેનફર્ડની એક આઇક્યુ ટેસ્ટ કરતી સંસ્થામાં ૯૯ ટકા માર્ક મેળવ્યા હતા એના આધારે તેને મેન્સામાં પ્રવેશ મળ્યો છે. ઇસ્લા સાવ નાની હતી ત્યારથી તેનામાં અદ્ભુત ટૅલન્ટ અને અનોખી શક્તિ હોવાનું તેનાં માતા-પિતાને જણાયું હતું.
offbeat
ઇસ્લા વર્લ્ડ રેકોર્ડ સાથે
અમેરિકાના કેન્ટકીમાં રહેતી ઇસ્લા નામની બે વર્ષની બાળકીએ પોતાની અભૂતપૂર્વ ટૅલન્ટથી દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. લોકોનો બુદ્ધિઆંક માપવા માટેની નૉન પ્રૉફિટ સંસ્થા મેનસા ઇન્ટરનૅશનલ એક પ્રતિષ્ઠિત સંસ્થા છે. આ સંસ્થામાં ૯૮ ટકા કે એથી વધુ ગુણાંક મેળવનારને જ પ્રવેશ મળે છે. ઇસ્લાએ આ સંસ્થામાં પ્રવેશ મેળવ્યો છે.ઇસ્લાએ સ્ટેનફર્ડની એક આઇક્યુ ટેસ્ટ કરતી સંસ્થામાં ૯૯ ટકા માર્ક મેળવ્યા હતા એના આધારે તેને મેન્સામાં પ્રવેશ મળ્યો છે. ઇસ્લા સાવ નાની હતી ત્યારથી તેનામાં અદ્ભુત ટૅલન્ટ અને અનોખી શક્તિ હોવાનું તેનાં માતા-પિતાને જણાયું હતું.તે એક વર્ષની હતી ત્યારથી જ તે રંગ, આંકડાઓ અને એબીસીડી શીખવા માંડી હતી. તે સાત મહિનાની હતી ત્યારથી કોઈ પુસ્તકમાં છપાયેલાં ચિત્રો જોઈને એ શું છે એ કહી દેતી હતી. ઇસ્લાના બીજા જન્મદિવસે તેની આન્ટીએ તેને એક ટૅબ્લેટ ભેટ આપ્યું હતું. ઇસ્લાના પિતા જેસન એના પર રેડ લખતા તો ઇસ્લા એ જોઈને કહી દેતી કે રેડ. એ જોઈને ઇસ્લાના પિતા જેસન તથા માતા અમાન્ડા બન્ને ખૂબ આશ્ચર્ય પામ્યાં હતાં. એ સિવાયની અનેક બાબતોમાં તેણે પોતાની અદ્ભુત લર્નિંગ સ્કિલ બતાવી હતી.
ઇસ્લા અત્યારે ત્રણ વર્ષની થઈ છે અને તેને પ્રી-સ્કૂલમાં દાખલ કરવામાં આવી છે. તેનાં માતા-પિતા તેને વ્યક્તિગત શિક્ષણ આપવા માટેની વ્યવસ્થા કરી રહ્યાં છે. ઇસ્લાના પેરન્ટ્સ કહે છે કે અમારી દીકરીની અદ્ભુત ટૅલન્ટથી અમે બહુ ખુશ છીએ છતાં આવી એક્સ્ટ્રા ઑર્ડિનરી બાળકીનો ઉછેર કરવામાં થોડી મુશ્કેલી પડી રહી છે. ઇસ્લા એવું માને છે કે તે પુખ્ત વયની છે. તેની ઉંમરના મિત્રો તેને સમજી શકતા નથી.