વૅનમાં એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સર હતો, જેણે બે દિવસ પછી એક કૉન્ફરન્સમાં હાજરી આપવી આવશ્યક હતી
૧૩ મુસાફરોએ મળીને એક વૅન ભાડા પર લઈને રાત માથે લઈને ફરવા નીકળી પડ્યા હતા.
અમેરિકાના ટેનેસી રાજ્યના નોક્સવિલે શહેર જતી ફ્લાઇટ ફ્લૉરિડાના ઓર્લેન્ડો ઍરપોર્ટ પર રદ થતાં એના પૅસેન્જર્સ અધવચ્ચે અટવાઈ ગયા હતા. આમાંના ૧૩ એકમેકથી અજાણ્યા મુસાફરોએ એક યા બીજા કારણસર નોક્સવિલે પહોંચવું જરૂરી હતું, પરંતુ ઑરલૅન્ડોથી બીજી ફ્લાઇટ બીજા દિવસની હોવાથી આ તમામ ૧૩ મુસાફરોએ મળીને એક વૅન ભાડા પર લઈને રાત માથે લઈને ફરવા નીકળી પડ્યા હતા.
વૅનમાં એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સર હતો, જેણે બે દિવસ પછી એક કૉન્ફરન્સમાં હાજરી આપવી આવશ્યક હતી. કાર્લોસ કોર્ડેરો અને લૉરા પકરિંગ તેમની ૧૭ વર્ષની દીકરી મિકાયલાને યુનિવર્સિટી ઑફ ટેનેસીના પ્રવાસે લઈ જતાં હતાં અને અન્ય એક મુસાફર તેના મિત્રને મેક્સિકો જવા માટે મદદ કરી રહ્યો હતો અને બીજાને કસ્ટડીની લડાઈમાં હાજર થવાનું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: પ્લેન-ક્રૅશમાંથી ઊગરી ગયા બાદનો કપલનો સેલ્ફી જોઈને નેટિઝન્સ શૉક્ડ
રાતે સાડાનવ વાગ્યે નોક્સવિલે જવા વૅનમાં રવાના થયા ત્યારે કોઈને કલ્પના નહોતી કે તેમના પ્રવાસની સ્ટોરી સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ જશે. મીડિયામાં કામ કરતા અલાનાહે અજાણ્યા મુસાફરો સાથેના તેના પ્રવાસની સ્ટોરીની ડૉક્યુમેન્ટરી તૈયાર કરી પોતાના ટિકટૉક અકાઉન્ટ પર અપલોડ કરી અને માત્ર અડધા કલાકમાં એને લાખો વ્યુઝ મળ્યા હતા. રસ્તાની સફરમાં વિવિધ રાષ્ટ્રીયતાના સાથી-મુસાફરના જૂથ તેમ જ ઘટનાઓ મૂવી માટે આ યોગ્ય પ્લૉટ છે.

