તેની મમ્મીને અંબોડામાંથી વિચિત્ર અવાજ પણ આવી રહ્યો હતો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સોશ્યલ મીડિયા પર એક અજીબોગરીબ વિડિયો વાઇરલ થયો છે. એમાં ૧૨ વર્ષની એક છોકરી સ્કૂલમાં જતાં પહેલાં મમ્મી પાસે અંબોડો વળાવીને જાય છે. જોકે પાછી આવે છે ત્યારે તેને માથામાં કંઈક ખેંચાતું હોય એવું ફીલ થતું હતું. તેની મમ્મીને અંબોડામાંથી વિચિત્ર અવાજ પણ આવી રહ્યો હતો. તેના અંબોડાની ગાંઠને છોડીને વાળ ખોલતી વખતે લોકોને હતું કે કદાચ કોઈ મચ્છર કે ઊડતા ઘોડા જેવી જીવાત હશે, પણ એ તો નવજાત પંખી નીકળ્યું. અત્યંત ગભરાયેલું આંગળીના બે વેઢા જેટલી સાઇઝનું પંખી જોઈને સૌને આશ્ચર્ય થયું હતું.


