દસ-બાર વર્ષના બાળકને તેના શરીર પર સર્જરી કરવાની છે એવી ખબર પડે તોય ડરી જાય. જોકે બિહારના શિવહર જિલ્લાના તરિયાની ગામમાં રહેતો અણમોલ નામનો ૧૦ વર્ષનો છોકરો કંઈક નોખો જ છે.
વાઇરલ વિડીઓનો સ્ક્રીનગ્રૅબ
દસ-બાર વર્ષના બાળકને તેના શરીર પર સર્જરી કરવાની છે એવી ખબર પડે તોય ડરી જાય. જોકે બિહારના શિવહર જિલ્લાના તરિયાની ગામમાં રહેતો અણમોલ નામનો ૧૦ વર્ષનો છોકરો કંઈક નોખો જ છે. તેની હર્નિયાની સર્જરી થઈ રહી હતી ત્યારે અણમોલ મૅથ્સનો ઑનલાઇન વિડિયો જોઈને ભણી રહ્યો હતો. મુઝફ્ફરપુરની હૉસ્પિટલમાં બનેલી આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. પેટમાં હર્નિયાના દુખાવાને કારણે હૉસ્પિટલમાં ભરતી થયેલો અણમોલ જ્યારે પણ પીડામુક્ત ફીલ કરે કે તરત જ મોબાઇલ પર ઑનલાઇન ક્લાસના વિડિયો જોઈને ભણવા બેસી જતો હતો. ગયા મંગળવારે મુઝફ્ફરપુરની એક હૉસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં તેના પેટના ડાબા ભાગમાં નીકળી આવેલા હર્નિયાની સર્જરી થઈ હતી. એ સર્જરી દરમ્યાન પણ અણમોલ ગણિતના વિડિયો જોઈ રહ્યો હતો. ડૉ. આશુતોષ કુમારનું કહેવું હતું કે ‘અણમોલને અમે હૉસ્પિટલમાં ભણતો જ જોયો છે. જ્યારે સર્જરી માટે લોકલ ઍનેસ્થેસિયા આપવામાં આવ્યો ત્યારે અમને હતું કે સર્જરીના ટેબલ પર તે થોડોક ડિસ્ટર્બ થઈ જશે તો મુશ્કેલી પડશે, પણ કમરથી નીચેના ભાગમાં ઍનેસ્થેસિયા આપ્યા પછી તે આખી સર્જરી દરમ્યાન ભણવાના વિડિયો જોતો રહ્યો હતો.’
ગણિત અને વિજ્ઞાનના અભ્યાસક્રમનો સ્ટડી કરતા અણમોલને જોઈને સર્જરી દરમ્યાન જ ડૉક્ટરે તેને પૂછ્યું કે મોટો થઈને શું બનવું છે? તો તેનો જવાબ હતો એન્જિનિયર.


