ફિલ્મ `ધ કેરલ સ્ટોરી` એ તાજેતરના સમયમાં વિવાદો ઊભો કર્યો છે અને વિવિધ રાજકીય ચર્ચાઓ ઊભી કરી છે. હવે તેના પર મહિલા અને બાળ વિકાસ અને લઘુમતી બાબતોના પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેણીએ કહ્યું છે કે, “દરેક રાજકીય પક્ષ જે આ ફિલ્મના વિરોધમાં ઊભો છે, તે આતંકવાદી સંગઠન સાથે ઊભો છે, તે માતા તરીકે મારું માનવું છે."














