મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે જણાવ્યું હતું કે NIAએ બાંગ્લાદેશ અને મ્યાનમારના કુકી આતંકવાદીઓની સાથે કેટલાક સ્થાનિક બદમાશોની ઓળખ કરી છે. તેમણે કહ્યું કે, "એનઆઈએ, જેણે આ કેસ સંભાળ્યો હતો, તેણે ગઈકાલે એક પ્રેસ રિલીઝ જારી કરી હતી કે મણિપુરમાં બનેલી ઘટના ભારતીય સંઘ સામે યુદ્ધ કરવા સમાન હતી. તેણે મ્યાનમાર અને બાંગ્લાદેશના કુકી આતંકવાદીઓની સાથે સાથે કેટલાક સ્થાનિક બદમાશોની ઓળખ કરી હતી."














