પંજાબ પોલીસે ૧૮ માર્ચે `વારિસ પંજાબ દે`ના તત્વો સામે રાજ્યવ્યાપી ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. કુલ 78 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય કેટલાકને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. અમૃતપાલ સિંહ સહિત અન્ય કેટલાક લોકો ફરાર છે, તેમને પકડવા માટે મોટાપાયે શોધખોળ શરૂ કરવામાં આવી છે.