ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ના ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા તેના ચંદ્ર મિશન ચંદ્રયાન-3ની ત્રીજી આવૃત્તિ 12 જુલાઈએ લોન્ચ કરે તેવી અપેક્ષા છે. ચંદ્રયાન-3 એ LVM3 રોકેટની છઠ્ઠી ઓર્બિટલ ફ્લાઇટ હશે. દરમિયાન, ISROએ આજે સવારે શ્રીહરિકોટાથી સેકન્ડ જનરલ નેવિગેશનલ સેટેલાઇટ GSLV-F12 લોન્ચ કર્યો હતો. આ ઉપગ્રહ ભારતમાં વાસ્તવિક સમયની સેવાઓ પ્રદાન કરશે અને મોનિટરિંગ અને નેવિગેશનને વધારશે.