ગુરુવારે લોકસભામાં બહુજન સમાજ પાર્ટી (BSP)ના નેતા દાનિશ અલી વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના સાંસદ રમેશ બિધુરીની સાંપ્રદાયિક ટિપ્પણી પર વિપક્ષના નેતાઓ ગુસ્સે ભરાયા હતા. અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. બસપાના સાંસદ દાનિશ અલીએ કહ્યું કે રમેશ બિધુરી દ્વારા કરવામાં આવેલ સાંપ્રદાયિક અપશબ્દો સાંભળીને તેઓ ઉંઘી શક્યા નથી. તેમણે કહ્યું, “મેં મારો પત્ર લોકસભા અધ્યક્ષના કાર્યાલયને મોકલ્યો છે અને મને વિશ્વાસ છે કે લોકસભા અધ્યક્ષ આ ઘટનાને ધ્યાનમાં લેશે અને યોગ્ય પગલાં લેશે."














