માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ હાલમાં ભારતના પ્રવાસે છે. એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં જ્યારે બિલ ગેટ્સને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભારતના ભવિષ્યને લઈને બુલિશ છે કે બેરિશ છે, તો તેમણે કહ્યું કે તેઓ ચોક્કસપણે બુલિશ છે અને વેક્સીનના સંદર્ભમાં દરેક વ્યક્તિ જાણે છે કે, ભારત વિશ્વમાં લીડર છે. તેમણે કહ્યું કે ઘણા મુખ્ય ક્ષેત્રોમાં સુધારાનો દર ખૂબ જ મજબૂત છે. "આજે ભારતની તાકાત, આર્થિક વૃદ્ધિ અને નવીનતાના સંદર્ભમાં, ખૂબ જ રોમાંચક છે," તેમણે પીએમ મોદીના ભારતના વિઝનની પણ પ્રશંસા કરી.