કેરળના વાયનાડ ભૂસ્ખલનની ફાઇલ તસવીર
Updated
2 months 2 weeks 1 day 10 hours 4 minutes ago
09:30 PM
News Live Updates: વાયનાડ ભૂસ્ખલનમાં 77 પુરૂષો, 67 મહિલાઓ અને 22 બાળકોના મોત, 96 મૃતદેહો ઓળખાયા
વાયનાડમાં ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક 167 પર પહોંચી ગયો છે. જેમાંથી 96 લોકોની ઓળખ પરિવાર દ્વારા કરવામાં આવી છે. જેમાં 77 પુરૂષો અને 67 મહિલાઓ અને 22 બાળકોનો સમાવેશ છે. મળેલી માહિતી મુજબ આ મૃતદેહોમાંથી એકનું લિંગ હજુ સુધી ઓળખાયું નથી.
Updated
2 months 2 weeks 1 day 10 hours 34 minutes ago
09:00 PM
News Live Updates: દિલ્હીના કેટલાક ભાગોમાં ફરી મુશળધાર વરસાદ
બુધવારના રોજ દિલ્હીમાં ભારે વરસાદ જોવા મળ્યા બાદ AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠક MCD ટીમ સાથે ઓલ્ડ રાજીન્દર નગર વિસ્તારના વોટર લોગિંગ સ્પોટ પર પહોંચ્યા.
#WATCH | AAP MLA Durgesh Pathak with the MCD team at the water logging spot of Old Rajinder Nagar Area, after heavy rainfall.
— ANI (@ANI) July 31, 2024
(Source: MLA Office) pic.twitter.com/OrliW2jfj3
Updated
2 months 2 weeks 1 day 11 hours 4 minutes ago
08:30 PM
News Live Updates: મધ્ય રેલવેમાં ફરી ધાંધીયા, બધી ટ્રેનો અંબરનાથ પર સ્થગિત
મધ્ય રેલવેએ જણાવ્યું હતું કે, અનિવાર્ય કારણોસર, દક્ષિણ પૂર્વ (SE) લાઇન પરની ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે અને સામાન્ય રીતે બદલાપુર, કર્જત અને ખોપોલી જતી ટ્રેનો હવે માત્ર અંબરનાથ સુધી જ જશે.
Updated
2 months 2 weeks 1 day 11 hours 34 minutes ago
08:00 PM
News Live Updates: EDએ યુપી ઓઇલ કંપનીની 814 કરોડ રૂપિયાની 500 એકરથી વધુ જમીન જપ્ત કરી
EDએ બુધવારે જણાવ્યું હતું કે કથિત બેન્ક લોન છેતરપિંડી સાથે જોડાયેલ મની-લોન્ડરિંગ તપાસના ભાગરૂપે ઉત્તર પ્રદેશ સ્થિત ખાદ્ય તેલ ઉત્પાદક કંપનીની વિવિધ રાજ્યોમાં સ્થિત અને રૂ. 814 કરોડની કિંમતની 520 એકરથી વધુ જમીન જપ્ત કરી છે. ED તપાસ વારાણસી-મુખ્યમથક JVL એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે સંબંધિત છે જેણે વનસ્પતિ તેલની "ઝૂલા ડાલ્ડા" બ્રાન્ડનું ઉત્પાદન કર્યું હતું, અને તેના પ્રમોટર્સ સત્ય નારાયણ ઝુનઝુનવાલા અને આદર્શ ઝુનઝુનવાલા, જેમની સામે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન CBI દ્વારા પ્રથમ કેસ નોંધવામાં આવ્યો હતો.