પ્રતીકાત્મક ફાઇલ તસવીર
Updated
1 year 3 months 4 weeks 1 day 6 hours 33 minutes ago
09:30 PM
News Live Updates: ઈદ કે દિવાળીની શુભેચ્છા આપતી સરકાર ધર્મનિરપેક્ષતા વિરુદ્ધ નથી- દિલ્હી હાઈ કોર્ટ
આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવાની માગણી કરતી અરજી દિલ્હી હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે AAP સરકાર દ્વારા ગણેશ ચતુર્થીનું આયોજન બંધારણના ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. હાઈ કોર્ટે કહ્યું કે, `જો કોઈ સરકાર ઈદ કે દિવાળીની શુભકામનાઓ આપે છે તો તે બંધારણ હેઠળની ધર્મનિરપેક્ષતાની જોગવાઈનું ઉલ્લંઘન કરતી નથી.`
Updated
1 year 3 months 4 weeks 1 day 7 hours 3 minutes ago
09:00 PM
News Live Updates: મહિલાઓના ઘરેણાં ફ્રોડ બાબાની ધરપકડ નોઇડામાં ધરપકડ
નોઇડા પોલીસે એક એવી ગેન્ગનો પર્દાફાશ કર્યો છે જે બાબા તરીકે દેખાડીને અને જાદુઈ યુક્તિઓ કરીને નિર્દોષ મહિલાઓને ફસાવતા હતા. પોલીસે આ ગેન્ગના પાંચ લોકોની ધરપકડ કરી છે. તેમના પાસેથી ચેઈન, લોકેટ, વીંટી, મંગળસૂત્ર, પાયલ, ભગવાન હનુમાનની મૂર્તિ, મા કાલિની મૂર્તિ અને સોડિયમ મળી આવ્યું હતું.
Updated
1 year 3 months 4 weeks 1 day 7 hours 33 minutes ago
08:30 PM
News Live Updates: મુંબઈમાં 65 વર્ષના વ્યક્તિ પર યુવતીની છેડતી અને બળાત્કાર કરવા બદલ ગુનો દાખલ
એક 65 વર્ષીના વૃદ્ધએ ખારના પશ્ચિમી ઉપનગરમાં તેના ઘરે તેની સંભાળમાં રહેલી એક સગીર છોકરીની કથિત રીતે છેડતી અને બળાત્કાર કર્યો હોવાની ઘટના બની છે.
Updated
1 year 3 months 4 weeks 1 day 8 hours 3 minutes ago
08:00 PM
News Live Updates: લાતુર પોલીસે જિલ્લામાં 72 ગેરકાયદેસર દારૂ બનાવવાના એકમો પર દરોડા પાડ્યા
પોલીસે મંગળવારે લાતુર જિલ્લામાં 72 ગેરકાયદેસર દારૂ બનાવવાના એકમોનો પર્દાફાશ કર્યો હતો અને એક વિશેષ અભિયાન હેઠળ ઉત્પાદન માટે વપરાતા સાધનો અને રસાયણોનો નાશ કર્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે વિવિધ પોલીસ સ્ટેશનમાં 73 લોકો સામે 72 કેસ નોંધ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, એક જ દિવસમાં વિવિધ પોલીસ સ્ટેશનોના અધિકારક્ષેત્ર હેઠળના 72 સ્થળોએ એક સાથે દરોડામાં અંદાજે રૂ. 10,93,791ના સાધનો અને રસાયણોનો નાશ કરવામાં આવ્યો હતો.


