Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > MPમાં બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં મહિલાઓનું હનુમાનજી સામે બિકિનીમાં પ્રદર્શન, BJP પર આક્ષેપ

MPમાં બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં મહિલાઓનું હનુમાનજી સામે બિકિનીમાં પ્રદર્શન, BJP પર આક્ષેપ

Published : 07 March, 2023 09:20 AM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

MPમાં ભારતીય જનતા પાર્ટી(BJP) દ્વારા આયોજિત બોડી બિલ્ડિંગ સ્પર્ધા (Body Buliding Compition)માં મહિલાઓએ બિકિની પહેરી પ્રદર્શન કર્યુ હતું.જયાં હનુમાનજીની પ્રતિમાં હોવાથી કૉંગ્રેસે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે.

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)

Watch Video

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)


મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના રતલામમાં ભારતીય જનતા પાર્ટી(BJP) દ્વારા આયોજિત બોડી બિલ્ડિંગ સ્પર્ધા (Body Buliding Compition)ના સ્થળે કોંગ્રેસ(COngress)ના અધિકારીઓએ ગંગાજળ છાંટ્યું હતું. આવું કરવા પાછળનું કારણ આ સ્થળે મહિલા બોડી બિલ્ડરોએ સ્પર્ધામાં સ્ટેજ પર ભગવાન હનુમાનજીની પ્રતિમા સામે બિકિનીમાં પોઝ આપ્યા હતાં. રતલામમાં 4 અને 5 માર્ચના રોજ 13મી શ્રી જુનિયર બોડી બિલ્ડીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા બોડી બિલ્ડરોએ હનુમાનજીની પ્રતિમા સામે પ્રદર્શન કર્યુ હતું. 

કોંગ્રેસના અધિકારીઓએ કહ્યું કે આ પછી પાર્ટીના સ્થાનિક નેતાઓએ સ્થળની શુદ્ધિકરણના ભાગરૂપે ગંગા જળ છાંટ્યું અને `હનુમાન ચાલીસા`નો પાઠ કર્યો.



કાર્યક્રમ માટેના આમંત્રણ પત્ર મુજબ શહેરના ભાજપના મેયર પ્રહલાદ પટેલ આયોજક સમિતિનો ભાગ છે જ્યારે ધારાસભ્ય ચેતન્ય કશ્યપ આશ્રયદાતા છે.



આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં મહિલા બોડીબિલ્ડર `પોઝ` આપતી જોવા મળે છે. જેના પગલે ભૂતપૂર્વ મેયર અને કોંગ્રેસના નેતા પારસ સકલેચાએ પટેલ અને કશ્યપ પર અભદ્રતા દર્શાવવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આ મામલે જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મયંક જાટે કહ્યું કે "ભગવાન હનુમાનજી આમાં સામેલ લોકોને સજા કરશે."

આનો વળતો પ્રહાર કરતા રાજ્ય ભાજપના પ્રવક્તા હિતેશ બાજપાઈએ દાવો કર્યો કે કોંગ્રેસ મહિલાઓને રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવા માંગતી નથી, જ્યારે કેટલાક કાર્યક્રમના આયોજકોએ કોંગ્રેસના નેતાઓ સામે કાર્યવાહીની માંગ સાથે પોલીસને મેમોરેન્ડમ સુપરત કર્યું હતું.

તેમના વિડિયો નિવેદનમાં વાજપેયીએ આરોપ લગાવ્યો હતો કે, “કોંગ્રેસ મહિલાઓને કુસ્તી, જિમ્નેસ્ટિક્સ અથવા સ્વિમિંગમાં ભાગ લેતી જોઈ શકતા નથી કારણ કે આ જોઈને તેમનામાં શેતાન જાગે છે. તેઓ રમતના મેદાનમાં મહિલાઓને ગંદી નજરે જુએ છે. શું તેમને શરમ નથી આવતી?

આ દરમિયાન મધ્ય પ્રદેશ કોંગ્રેસના વડા કમલનાથના મીડિયા સલાહકાર પીયૂષ બાબેલેએ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પાસેથી માફી માંગવાની માંગ કરી અને આરોપ લગાવ્યો કે રવિવારે મુખ્ય પ્રધાનના જન્મદિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં "હિંદુઓ અને ભગવાન હનુમાનનું અપમાન" થયું છે.

Whatsapp-channel Whatsapp-channel

07 March, 2023 09:20 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK