રાષ્ટ્રીય જનતા દલ (RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્ય ફરી એક વાર ચર્ચામાં આવી છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
રાષ્ટ્રીય જનતા દલ (RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્ય ફરી એક વાર ચર્ચામાં આવી છે. સોશ્યલ મીડિયા પર તેણે એક સસ્પેન્સ પોસ્ટ શૅર કરી છે જેમાં તે બંદૂક તાકીને ઊભી છે અને સાથે લખ્યું છે કે ‘સહી ગલત પહચાનને કી નઝર ભી દુરુસ્ત હૈ ઔર નિશાના ભી.’
ગયા નવેમ્બરમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય પછી લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં અનેક હલચલ મચી હતી. રોહિણી આચાર્યએ તેના ભાઈ તેજસ્વી યાદવ, પાર્ટીના બીજા નેતાઓ પર અનેક આરોપો મૂક્યા હતા અને એવી જાહેરાત કરી હતી કે તે રાજકારણ હંમેશાં માટે છોડી રહી છે અને તેના પરિવાર સાથે સંબંધ પણ તોડી રહી છે.
ADVERTISEMENT
આ ઘટનાઓ પછી મહત્ત્વનું છે કે તાજેતરમાં રોહિણીએ સોશ્યલ મિડિયા પર એવી અનેક પોસ્ટ કરી છે જેમાં પરિવારમાં મહિલાનું સ્થાન, મહિલા સશક્તીકરણ અને સમાજમાં મહિલાના સંઘર્ષ વગેરેની વાતો હોય. આવી પોસ્ટમાં તેણે પિતૃસત્તાક માનસિકતાને વખોડી પણ છે. આ બૅકગ્રાઉન્ડ સાથે રોહિણીની બંદૂક સાથેની તસવીર પોસ્ટ કરવી અને કૅપ્શનમાં
સાચું-ખોટું ઓળખવાની નજર અને નિશાનાની વાત કરવી એ એક રીતે તેજસ્વી યાદવ સાથેના અણબનાવને ટાર્ગેટ કરે છે એવું લાગે છે.


