પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સેંગોલને અંગ્રેજો પાસેથી સત્તા હસ્તાંતરણનો પર્યાય માને છે

ફાઇલ તસવીર
નવા સંસદ ભવન (New Parliament)ના ઉદ્ઘાટન પહેલા જ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલતો જોવા મળ્યો છે. દિલ્હીમાં રવિવારે સવારથી જ રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે. શાસક પક્ષ ભાજપ (BJP) અને વિરોધ પક્ષોના નેતાઓ વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણ હજુ અટકી નથી. હાલમાં કપિલ સિબ્બલ (Kapil Sibal)નું ટ્વીટ ચર્ચાનો વિષય બની રહ્યું છે.
રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે ભાજપને સલાહ આપતાં સેંગોલનો સાચો અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. કપિલ સિબ્બલે ટ્વીટ કરીને બીજેપી નેતાઓને કહ્યું છે કે સેંગોલનો અર્થ એ નથી જે તમે સમજો છો. કપિલ સબ્બલે એમ પણ કહ્યું કે વાસ્તવમાં તમે સેંગોલનો સાચો અર્થ જાણવા માગતા જ નથી. તેમણે એમ પણ કહ્યું કે તમે જે સેંગોલનો અર્થ કહી રહ્યા છો તે અમે સ્વીકારી શકતા નથી.
કપિલ સિબ્બલે ટ્વીટ કરીને શું કહ્યું?
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સેંગોલને અંગ્રેજો પાસેથી સત્તા હસ્તાંતરણનો પર્યાય માને છે. જોકે, એવું નથી. તેમણે કહ્યું છે કે, “બને તો તમારે મારી વાત સાંભળવી જોઈએ. ભારતમાં સત્તાનું હસ્તાંતરણ એ લોકોની ઇચ્છાથી થયું હતું જેમણે પોતાને આ બંધારણ આપ્યું હતું. દેવી મીનાક્ષી દ્વારા મદુરાઈના રાજાને ભેટમાં આપવામાં આવેલ સેંગોલ શાસનના દૈવી અધિકારનું પ્રતીક હતું.”
કપિલ સિબ્બલે 3 દિવસ પહેલા કરેલી અપીલ
ત્રણ દિવસ પહેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, “સંસદ આપણા ગણતંત્રનું પ્રતીક છે. રાષ્ટ્રપતિ પ્રજાસત્તાકના વડા છે.” કપિલ સિબ્બલે કહ્યું કે, “આ ઔપચારિક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિની ગેરહાજરી આપણા પ્રજાસત્તાકની નૈતિકતાનું અપમાન છે. શું કેન્દ્ર સરકારને આ વાતની ચિંતા છે? આ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે. આ દરમિયાન કપિલ સિબ્બલે ત્રણ દિવસ પહેલાં આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. આજે તેમણે સેંગોલનો અર્થ કહીને ભાજપને સલાહ આપવાનો પ્રયાસ કર્યો છે. આ સમયે સિબ્બલે ભાજપને સંકેત આપ્યો છે કે, “તમે સેંગોલનો જે અર્થ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છો તે અમે સ્વીકારી શકતા નથી.”
આ પણ વાંચો: Ahmedabad : વરસાદને કારણે બાગેશ્વર ધામના દિવ્ય દરબારનો કાર્યક્રમ રદ, જાણો વિગતે
મોદીના હસ્તે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન
દેશને 28 મેના રોજ નવી સંસદ ભવન મળ્યું. નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં, પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વડા પ્રધાન મોદીને સેંગોલ એટલે કે રાજદંડ સોંપ્યો હતો. હાથમાં રાજદંડ લેતા પહેલા પીએમ મોદીએ રાજદંડને પ્રણામ કર્યા. આ પછી તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મળીને નવા સંસદ ભવનમાં રાજદંડ સ્થાપિત કર્યો.