BJP સૂત્રો પ્રમાણે, પાર્ટીએ વિધેયક પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું છે અને તેમને બોલાવ્યા છે. જાદવ લાલ નાથે અત્યાર સુધી આરોપો કે વીડિયોનો કોઈ જવાબ નથી આપ્યો.

તસવીર સૌજન્ય પીટીઆઈ
ત્રિપુરા (Tripura) વિધાનસભા સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના એક વિધેયક દ્વારા પોતોના ફોન પર કહેવાતી રીતે પૉર્ન જોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેને માટે ચારેબાજુ તેમની ટીતા થઈ રહી છે. આ વીડિયો પૂર્વોત્તર ભારતીય રાજ્યની બાગબાસા વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ કરનારા BJP વિધેયક જાદવ લાલ નાથનો છે.
માહિતી પ્રમાણે, આ ઘટના ત્યારે થઈ, જ્યારે વિધાનસભામાં રાજ્યના બજેટ સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા થઈ રહી હતી. આ વીડિયો જાદવ લાલ નાથની પાછળ બેઠેલા કોઈક શખ્સ દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે જે સમયે સ્પીકર અને અન્ય વિધેયકો બોલી રહ્યા હતા, તે સમયે જાદવ લાલ નાથ વીડિયો ક્લિપ્સ સ્ક્રૉલ કરી રહ્યા છે, અટકી રહ્યા છે, અને અશ્લીલ દેખાતી ક્લિપને પોતાના ફોન પર જોઈ રહ્યા છે.
પાર્ટી સૂત્રો પ્રમાણે, BJPએ વિધેયક પાસેથી સ્પષ્ટીકરણની માગ કરી છે અને તેમને બોલાવ્યા છે. જાદવ લાલ નાથે અત્યાર સુધી આરોપો કે વીડિયોનો જવાબ આપ્યો નથી. સૂત્રો પ્રમાણે, સત્ર પૂરું થયા બાદ તે વિધાનસભા પરિસરમાંથી બહાર ચાલ્યા ગયા હતા.
આ પણ વાંચો : Indore Accident: રામનવમી પર મોટો અકસ્માત, 25થી વધારે લોકો ફસાયા અંદર
આ પહેલીવાર નથી, જ્યારે બીજેપીના કોઈ નેતાને સાર્વજનિક સ્થળે પૉર્ન જોતાં પકડી પાડવામાં આવ્યા છે. વર્ષ 2012માં પણ કર્ણાટકમાં તત્કાલીન BJP સરકારના બે મંત્રીઓને રાજ્ય વિધાનસભામાં પોતાના ફોન પર અશ્લીલ ક્લિપ જોયા બાદ રાજીનામું આપવા માટે મજબૂર થવું પડ્યું હતું. મંત્રીઓ લક્ષ્મણ સાવદી અને સી.સી. પાટિલને તપાસમાં નિર્દોષ જાહેર કરાયા બાદ પાર્ટી દ્વારા ફરી તેમની જગ્યા પાછી સોંપવામાં આવી હતી.