Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Indore Accident: રામનવમી પર મોટો અકસ્માત, 25થી વધારે લોકો ફસાયા અંદર

Indore Accident: રામનવમી પર મોટો અકસ્માત, 25થી વધારે લોકો ફસાયા અંદર

30 March, 2023 05:59 PM IST | Indore
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સ્નેહ નગર નજીક પટેલ નગરમાં શ્રી બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં હવન બાદ કન્યા પૂજન ચાલી રહ્યું હતું, આ દરમિયાન વાવની છત ધસી પડી અને ત્યાં હાજર 50થી વધારે લોકો તેમના પડ્યા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઈન્દોરમાં (Indore) રામનવમી (Ram Navami) પર એક મોટો અકસ્માત થયો છે. સ્નેહ નગર નજીક પટેલ નગરમાં શ્રી બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં હવન બાદ કન્યા પૂજન ચાલી રહ્યું હતું, આ દરમિયાન વાવની છત ધસી પડી અને ત્યાં હાજર 50થી વધારે લોકો તેમના પડ્યા. ઘટનાસ્થળે અકસ્માત બાદ હાહાકારનો માહોલ થયો હતો. કોઈને કંઈ સમજાતું નહોતું કે એકાએક શું થઈ ગયું. તેમ છતાં સ્થાનિક લોકોએ સક્રિયતા બતાવી અને દસ જણને બહાર ખેંચી લેવામાં આવ્યા. ઈજાગ્રસ્તોને એપ્પલ હૉસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારી ઘટનાસ્થળે હાજર છે. રાહત તેમજ બચાવ કાર્યને ગતિમાન કરવામાં આવ્યા છે. તો, મંદિરની આસપાસ રહેનારા લોકોનું કહેવું છે કે વાવ ગેરકાયદેસર બનાવવામાં આવી છે, અનેક વાર પ્રશાસનને આની લેખિત ફરિયાદ પણ કરવામાં આવી ચૂકી છે.

અકસ્માતમાં એક મોત
અકસ્માતમાં એક વ્યક્તિની મોતની સૂચના છે. જો કે, પ્રશાસને હાલ આની પુષ્ઠિ નથી કરી. ઈજાગ્રસ્તોને નજીકના એપલ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવે છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્તોને એમવાય હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામનારાનો આંકડો વધી શકે છે. જો કે, પાણી ઓછું હતું, જેથી પડ્યા બાદ પણ લોકો અંદર ઊભા દેખાયા. પણ એકની એક પડવાથી ઈજાગ્રસ્ત થયા છે.મંદિરની અંદર બની છે વાવ
હકિકતે, મંદિરમાં જ એક વાવ છે, જેની છત ધસી પડી. તે સમયે મંદિરમાં હવન થઈ ગયું હતું અને લોકો વાવ પર બેઠા હતા. વજન વધતા એકાએક વાવની છત ધસી પડી. લોકો કંઈક સમજી શકે, તે પહેલા જ નીચે પડી ગયા. પડનારામાં કેટલીક બાળકીઓ પણ હતી એવું કહેવામાં આવી રહ્યું છે. રામનવમી હોવાથી મંદિરમાં ભીડ રોજ કરતાં વધારે હતી. રાહતની વાત એ છે કે સ્થાનિક લોકોએ તત્કાલ સક્રિયતા બતાવી અને લગભગ દસ જણને બહાર કાઢી લીધા.


વરિષ્ઠ અધિકારી પહોંચ્યા ઘટનાસ્થળે
અત્યાર સુધી દસ લોકોને બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. પોલીસ કમિશનર મકરંદ દેઉસ્કર સહિત પોલીસ અને પ્રશાસનિક અધિકારી અવસરે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યા છે. એસડીઆરએફની ટીમ પણ ફસાયેલા લોકોને કાઢી રહી છે. મંદિરમાંથી બધા શ્રદ્ધાળુઓને બહાર કરી દેવામાં આવ્યા છે. એમ્બ્યુલેન્સ પણ પહોંચી ગઈ છે. અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે જે લોકો વાવમાં પડ્યા છે, તેમની સ્થિતિ કેવી છે. તેમને રસ્સીથી ખેંચીને બહાર કાઢવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. 

સીએમએ ફોન પર મેળવી માહિતી
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઈન્દોરમાં બેલેશ્વર મહાદેવ મંદિર સ્થિત વાવમાં શ્રદ્ધાળુઓના પડવાની ઘટનાની નોંધ લીધી. સીએમએ ઈન્ગોર કલેક્ટર, કમિશનર સાથે ફોન પર ચર્ચા કરી રેસ્ક્યૂ ઑપરેશનને ગતિમાન કરવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રી ઑફિસ, ઈન્દોર જિલ્લા પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. ઈન્દોર પોલીસના આલા અધિકારી, જિલ્લા પ્રશાસનના આલા અધિકારી ઘટનાસ્થળ પર હાજર છે. ઝડપથી વાવમાં ફસાયેલા શ્રદ્ધાળુઓને કાઢવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.


પીએમ મોદીએ સીએમ પાસેથી લીધી અપડેટ
ઈન્દોરમાં થયેલા અકસ્માતની માહિતી મળ્યા બાદ પીએમ મોદીએ સીએમ શિવરાજ પાસેથી ઘટનાની માહિતી આપી. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે ઈન્દોરમાં થયેલા અકસ્માતથી ખૂબ જ દુઃખી છું. સીએમ શિવરાજ સાથે વાત કરીને સ્થિતિની માહિતી મેળવી. રાજ્ય સરકાર બચાવ અને રાહત કાર્યમાં ઝડપથી આગળ વધી રહી છે. મારી પ્રાર્થના તે બધા પ્રબાવિતો અને તેમના પરિવારો સાથે છે.

પૂર્વ સીએમ કમલનાથે કર્યું ટ્વીટ
પૂર્વ સીએમ કલમનાથે ઈન્દોરના મંદિરમાં થયેલા અકસ્માત પર ચિંતા વ્યક્ત કરી તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે ઈન્દોરના બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં હવન દરમિયાન લોકોના વાવમાં પડી જવાના દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા. હું ઈશ્વરને બધા શ્રદ્ધાળુઓના સકુશળ બહાર આવવાની કામના કરું છું. પ્રભુ શ્રીરામ બધાની રક્ષા કરે.

ભીડ સંભાળવા બળ પ્રયોગ કરી રહી છે પોલીસ
કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળે ભીડ વારંવાર ઉગ્ર થઈ રહી છે. લોકો પોતાના પરિવારજનોને લઈને ખૂબ જ ચિંતામાં છે. માહિતી પ્રમાણે 50થી વધારે મહિલાઓ-બાળકીઓ અને બાળકો કૂવામાં અંદર દબાયેલા છે. એક-એક કરીને બધાને કાઢવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. પ્રશાસન રાજનેતા બધા સંપૂર્ણ રીતે લાગેલા છે. સ્થિતિ સંભાળવા જતા ભીડને સંભાળવા માટે પોલીસને વારંવાર બળ પ્રયોગ પણ કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : `પપ્પૂ...સાબિત કરો કે હું ભાગેડું છું` હવે બ્રિટેનમાં લલિત મોદી દાખલ કરશે કેસ?

ભાજપ પાર્ષદે બનાવડાવ્યું હતું મંદિર
કહેવામાં આવી રહ્યું છે કે બેલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ ભાજપના પૂર્વ પાર્ષદ સેવારામ ગલ્લાનીએ કરાવ્યું હતું, વર્તમાનમાં આ ક્ષેત્રના વિધેયક આકાશ વિજયવર્ગીય છે.

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2023 05:59 PM IST | Indore | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK