જોકે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનોએ એના પર ગોળીબાર કરતાં એ પાછું પાકિસ્તાન તરફ વળી ગયું હતું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
પંજાબમાં બૉર્ડર પાસે બે પાકિસ્તાની ડ્રોન્સ જોવા મળ્યાં હતાં. રાજ્યના ગુરદાસપુર જિલ્લામાં કસ્સોવાલ એરિયામાં શનિવારે રાતે ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાન તરફથી આવેલું એક ડ્રોન જોવા મળ્યું હતું. જોકે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનોએ એના પર ગોળીબાર કરતાં એ પાછું પાકિસ્તાન તરફ વળી ગયું હતું. શનિવારે રાતે પોણાબાર વાગ્યે અમૃતસર જિલ્લાના ચન્ના પટાન એરિયામાં બીજું એક ડ્રોન જોવા મળ્યું હતું. જોકે બીએસએફના જવાનોએ એના પર ગોળીબાર કરતાં એ પાછું વળી ગયું હતું. પાકિસ્તાન તરફથી છેલ્લા ઘણા સમયથી જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં ડ્રોન્સ વડે હથિયારો, ડ્રગ્ઝ અને વિસ્ફોટક સામગ્રી મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

