મૂવોબ્રેઇન નામના આ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલી વ્હીલચૅર ટચપૅડથી પણ મૅનેજ થઈ શકે છે.
લાઇફમસાલા
સોલેઇમા તમીમ
બન્ને હાથ અને બન્ને પગથી પૅરલાઇઝ્ડ હોય એવા લોકો પણ પોતાની મેળે હરીફરી શકે એવી અનોખી મૂવોબ્રેઇન ચૅર ટ્યુનિશિયાની એન્જિનિયર સોલેઇમા તમીમે તૈયાર કરી છે. મૂવોબ્રેઇન નામના આ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલી વ્હીલચૅર ટચપૅડથી પણ મૅનેજ થઈ શકે છે.
એ ઉપરાંત તમે બોલીને કમાન્ડ આપીને, ચહેરાના ચોક્કસ હાવભાવ આપીને અથવા તો મગજમાં ચોક્કસ કમાન્ડ વિચારીને પણ વ્હીલચૅરને ઑપરેટ કરી શકશો. ૫૫૦ એન્જિનિયરોએ તૈયાર કરેલી પ્રોડક્ટમાંથી ટ્યુનિશિયાની આ એન્જિનિયરની વ્હીલચૅર યંગ ઇનોવેશન પ્રાઇઝ માટે સિલેક્ટ થઈ હતી.