આ ગાંજો જપ્ત કરીને શેરગઢ અને હાઇવે પોલીસ સ્ટેશનોનાં વેરહાઉસમાં સ્ટોર કરવામાં આવ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
આગરા ઃ મથુરા પોલીસ દ્વારા સ્પેશ્યલ નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબસ્ટન્સિસ ઍક્ટ કોર્ટને સોંપવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ઉંદરો ૫૦૦ કિલો ગાંજો ખાઈ ગયા. આ ગાંજો જપ્ત કરીને શેરગઢ અને હાઇવે પોલીસ સ્ટેશનોનાં વેરહાઉસમાં સ્ટોર કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં આ વર્ષની શરૂઆતમાં એક કેસમાં જપ્ત કરવામાં આવેલો ગાંજાનો જથ્થો રજૂ કરવા અદાલતે મથુરા પોલીસને જણાવ્યા બાદ આવો વિચિત્ર દાવો કરવામાં આવ્યો હતો, જે સાંભળીને ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ જજે સૌપ્રથમ તો ઉંદરોની સમસ્યાનો ઉકેલ લાવવા મથુરાના એસએસપી અભિષેક યાદવને આદેશ આપ્યો હતો અને એ પછી ખરેખર ઉંદરો જ ૫૦૦ કિલો ગાંજો ખાઈ ગયા છે એનો પુરાવો આપવા પણ જણાવ્યું હતું. આ ગાંજાની કિંમત ૬૦ લાખ રૂપિયા જેટલી છે.

