પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ચૌતુપ્પલ શહેરની છે
_d_d (1)_d.jpg)
પ્રતીકાત્મક તસવીર
તેલંગાણાના હૈદરાબાદથી 50 કિલોમીટર દૂર આવેલા ચૌતુપ્પલ નગરમાંથી એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક 25 વર્ષીય યુવકની એક મહિલા પર બળાત્કાર, પછી તેણીને ઢોર માર મારવા અને બાદમાં તેના શરીર સાથે દુષ્કર્મ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. દુષ્કર્મ આચર્યા બાદ આરોપી મહિલાના સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આરોપી વ્યવસાયે કન્સ્ટ્રક્શન સુપરવાઈઝર હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ચૌતુપ્પલ શહેરની છે જેમાં આરોપીએ 9 મેના રોજ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ એક કલાકમાં તેણે મહિલાની પણ હત્યા કરી નાખી હતી. કન્સ્ટ્રક્શન સુપરવાઈઝર તરીકે કામ કરતો આરોપી 24 વર્ષીય પીડિતાનો પીછો કરી રહ્યો હતો, જે તેના પતિ સાથે તેના ઘર પાસેના એક ગોડાઉનમાં રહેતી હતી.
આ દરમિયાન આરોપીએ જોયું કે મહિલા લાંબા સમયથી એકલી રહે છે જ્યારે પતિ નજીકની કૉલેજમાં ચોકીદાર તરીકે કામ કરે છે. આવી સ્થિતિમાં આરોપી 9 મે, સોમવારે વેરહાઉસમાં ઘૂસ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપીને મહિલા પર બળાત્કાર કર્યો, પરંતુ એક કલાકમાં તેણે મહિલાની હત્યા કરી નાખી. આરોપીને ડર હતો કે તેનો પર્દાફાશ થશે.
ચૌતુપ્પલના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીપી) ઉદય રેડ્ડીના જણાવ્યા અનુસાર આરોપીએ મહિલાના માથા પર મંદ વસ્તુ વડે માર મારીને હત્યા કરી હતી અને પછી શરીર પર વારંવાર બળાત્કાર કર્યો હતો. આ જઘન્ય ગુના બાદ તે મહિલાના સોનાના દાગીનાની ચોરી કરીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પીડિતાના પતિએ આપેલી પોલીસ ફરિયાદના આધારે પોલીસે બળાત્કાર, હત્યા અને IPCની અન્ય સંબંધિત કલમોનો કેસ નોંધ્યો હતો.
તપાસ દરમિયાન, પોલીસે વિસ્તારના લોકો સાથે વાત કર્યા પછી આરોપીને ઓળખી કાઢ્યો અને ઘટનાસ્થળથી માંડ એક કિલોમીટર દૂર મલકાપુર ગામમાંથી બુધવારે, 11 મેના રોજ તેની ધરપકડ કરી હતી. પોલીસે તેના કબજામાંથી ચોરીના દાગીના કબજે કર્યા હતા અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.