તામિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લમાં ત્રણ શિક્ષકોએ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોને શરમાવતા કલંકિત કરી મૂક્યા છે. એક સરકારી શાળામાં ત્રણ શિક્ષકોએ 13 વર્ષની સગીરા વિદ્યાર્થિનીનું યૌન શોષણ (Sexual Crime) કર્યું છે.
પ્રતીકાત્મક તસવીર
તામિલનાડુના (Tamil Nadu) કૃષ્ણાગિરી જિલ્લમાં ત્રણ શિક્ષકોએ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોને શરમાવતા કલંકિત કરી મૂક્યા છે. એક સરકારી શાળામાં ત્રણ શિક્ષકોએ 13 વર્ષની સગીરા વિદ્યાર્થિનીનું યૌન શોષણ (Sexual Crime) કર્યું છે. ત્રણેય આરોપીઓની બુધવારે યૌન ગુનાઓ સંબંધી બાળકોના સંરક્ષણ માટે ઘડેલા કાયદા (POCSO) પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સિસની વિભિન્ન કલમો હેઠળ ધરપકડ કર્યા બાદ 15 દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ પ્રમાણે આ ગુનો 2 જાન્યુઆરી 2025ના રોજ શાળાના શૌચાલયમાં આદરવામાં આવ્યો હતો.
Sexual Crime: સમાચાર એજન્સી એએનઆઈએ કૃષ્ણાગિરીના કલેક્ટર સી દિનેશ કુમારને ટાંકીને જણાવ્યું હતું કે, "કૃષ્ણગિરી જિલ્લાની સરકારી માધ્યમિક શાળામાં ત્રણ શિક્ષકો દ્વારા એક 13 વર્ષની વિદ્યાર્થીની પર કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. ત્રણેય શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જાતીય અપરાધોથી બાળકોના રક્ષણની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ઘટનાથી વાકેફ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના કહેવાતા ગુનાના એક મહિના પછી 2 ફેબ્રુઆરીએ પ્રકાશમાં આવી હતી, જ્યારે વિદ્યાર્થીના માતાપિતાએ મુખ્ય શિક્ષકને ગુના વિશે જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને ચાઈલ્ડ હેલ્પલાઈને શિક્ષકો સામે કાર્યવાહી શરૂ કરી હતી. "પીડિતાના માતાપિતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે, ત્રણ આરોપી શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પોક્સો (POCSO) (Protection of Children from Sexual Offences) એક્ટની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે," તેમણે કહ્યું.
આ પહેલા પણ તામિલનાડુમાં નોંધાયો આવો ગુનો
Sexual Crime: નોંધનીય છે કે ગયા વર્ષના અંતમાં તમિલનાડુની(Tamil Nadu) કોટ્ટુરપુરમ પોલીસે અન્ના યુનિવર્સિટી (Anna University Case) કેસના એકમાત્ર આરોપી બિરયાની વેચનાર 37 વર્ષીય જ્ઞાનસેકરનની ધરપકડ કરી હતી. તેણે કથિત રીતે યુનિવર્સિટીમાં ઘૂસીને બીજા વર્ષના વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. પોલીસને કરેલી ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે 23 ડિસેમ્બરે તે તેના પુરુષ મિત્ર સાથે બિલ્ડિંગની પાછળ ચાલી રહી હતી ત્યારે આરોપીઓએ તેમને ધમકી આપી હતી. તેણે પહેલા તેના પુરુષ મિત્ર, ત્રીજા વર્ષના વિદ્યાર્થી પર હુમલો કર્યો અને પછી તેની સાથે જાતીય હુમલો કર્યો. તેણે બીજા દિવસે કોટ્ટુરપુરમના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ ગુનાએ રાજ્યમાં ભારે રાજકીય ખળભળાટ મચાવ્યો હતો.
સુરક્ષા અંગે ઉભા થયેલા પ્રશ્નો
આવા કિસ્સાઓ સતત પ્રકાશમાં આવતા હોવાથી શાળાઓ અને કોલેજોમાં સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થયા છે. સામાજિક સંગઠનો અને વાલીઓએ ગુનેગારો સામે કડક કાર્યવાહી અને બાળકોની સુરક્ષા (Child Protection) માટે કડક પગલાં લેવાની માંગ કરી છે.

