ભારતને ન સોંપાય એ માટે તેણે ૩૩ બીમારીઓ હોવાનું અમેરિકન કોર્ટને કહ્યું હતું
તહવ્વુર રાણા
અમેરિકાથી ભારતમાં લાવવામાં આવેલો તહવ્વુર રાણા તેની સામે ભારતમાં કેસ ન ચાલે એ માટે ભારત આવવા માટે અનિચ્છા ધરાવતો હતો અને એથી તેણે પોતાની મેડિકલ હિસ્ટરીમાં પાર્કિન્સન્સ રોગ સહિતની ૩૩ બીમારી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને લાગે છે કે તે ૧૭ વર્ષ જૂના આતંકવાદી હુમલા સંબંધિત કેસમાં સીધા જવાબોને ટાળવા માટે આવા બહાનાં બનાવી રહ્યો છે અને યાદશક્તિ ક્ષીણ થઈ હોવાનું જણાવી રહ્યો છે.
રાણા બીમાર કે થાકેલો હોય એવું દેખાડવાનો ડોળ કરી શકે છે, પણ તે માનસિક રીતે ખૂબ જ સતર્ક અને તીક્ષ્ણ છે એમ જણાવતાં NIAના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે તેને સ્લીપર સેલ્સ, આ ઑપરેશન માટે ફન્ડિંગ અને મુંબઈમાં હુમલા પહેલાં ભારતની કેટલી વાર મુલાકાત લીધી એની જાણકારીના મુદ્દે સવાલો પૂછી રહ્યા છીએ.

