Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ ગાંધીના ભાષણ આપતા ફોટો પર સ્વરા ભાસ્કરે કર્યું ટ્વીટ, શાયરી લખી આપ્યું સમર્થન

રાહુલ ગાંધીના ભાષણ આપતા ફોટો પર સ્વરા ભાસ્કરે કર્યું ટ્વીટ, શાયરી લખી આપ્યું સમર્થન

04 October, 2022 08:43 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સ્વરાએ ટ્વિટર પર રાહુલ ગાંધીની એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તેઓ ભારે વરસાદ દરમિયાન ભાષણ આપતા જોવા મળી રહ્યા છે

તસવીર સૌજન્ય: સ્વરા ભાસ્કરનું ટ્વિટર એકાઉન્ટ

તસવીર સૌજન્ય: સ્વરા ભાસ્કરનું ટ્વિટર એકાઉન્ટ


પાર્ટી અને સંગઠનને મજબૂત કરવા ભારત જોડો યાત્રા પર નીકળેલા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારે વરસાદ વચ્ચે કર્ણાટકના મૈસૂરમાં એક જાહેર સભાને સંબોધી હતી. રાહુલ પોતાનું ભાષણ આપવા સ્ટેજ પર પહોંચ્યા કે આ દરમિયાન જોરદાર વરસાદ પડવા લાગ્યો. જોકે તો પણ રાહુલ અટક્યા નહીં અને પોતાનું ભાષણ ચાલુ રાખ્યું. આ ભાષણ દરમિયાનના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. કેટલાક લોકો તેનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક તેને પોલિટિકલ સ્ટંટ ગણાવી રહ્યા છે. આ તસવીર પર બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ ટ્વીટ કર્યું છે.

સ્વરાએ ટ્વિટર પર રાહુલ ગાંધીની એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તેઓ ભારે વરસાદ દરમિયાન ભાષણ આપતા જોવા મળી રહ્યા છે. તસવીર પોસ્ટ કરતા સ્વરાએ લખ્યું, “શાનદાર તસવીર ફોટોગ્રાફર કોણ છે?” આ સાથે સ્વરાએ એક શાયરી પણ લખી છે કે “સદિઓ રહા હૈ દુશ્મન દૌર એ જમા હમારા, કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી.” રાહુલ ગાંધીની આ તસવીર પોસ્ટ કર્યા બાદ અને તેને સમર્થન આપ્યા બાદ ઘણા યુઝર્સે સ્વરાને ફરી એકવાર ટ્રોલ કરી અને તેને કૉંગ્રેસની સમર્થક કહીને ઘેરવાનો પ્રયાસ કર્યો. તે જ સમયે કેટલાક લોકોએ સ્વરાનું સમર્થન કર્યું હતું અને તસવીરને શ્રેષ્ઠ ગણાવી હતી.



નોંધનીય છે કે સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર પોતાની વાત મુક્તિ રીતે કહેવા માટે જાણીતી છે. આ કારણે તે ઘણી વખત ટ્રોલ પણ થાય છે, પરંતુ તેણી તેમને યોગ્ય જવાબો પણ આપે છે.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2022 08:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK