BJPનાં સ્વર્ગીય નેતા સુષમા સ્વરાજના પતિ અને વરિષ્ઠ વકીલ સ્વરાજ કૌશલનું ગઈ કાલે ૭૩ વર્ષની વયે નિધન થયું હતું
BJPનાં સ્વર્ગીય નેતા સુષમા સ્વરાજના પતિ અને વરિષ્ઠ વકીલ સ્વરાજ કૌશલ
BJPનાં સ્વર્ગીય નેતા સુષમા સ્વરાજના પતિ અને વરિષ્ઠ વકીલ સ્વરાજ કૌશલનું ગઈ કાલે ૭૩ વર્ષની વયે નિધન થયું હતું. તેઓ મિઝોરમના ભૂતપૂર્વ રાજ્યપાલ પણ હતા. સંસદસભ્ય બાંસુરી સ્વરાજ તેમનાં પુત્રી છે. સંસદસભ્ય રહી ચૂકેલા સ્વરાજ કૌશલ ખૂબ ઈમાનદાર અને તેજ દિમાગની વ્યક્તિ હતા. તેમની ઓળખ માત્ર સુષમા સ્વરાજના પતિ સુધીની સીમિત નહોતી. તેઓ પૂર્વોત્તર ભારતમાં શાંતિ લાવનારા દૂત હતા અને દેશના સૌથી યુવાન વયે રાજ્યપાલ બનેલા નેતા હતા. ગઈ કાલે સાંજે ૪.૩૦ વાગ્યે દિલ્હીના લોધી રોડ સ્મશાનઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


